તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અેકના ડબલની લાલચમાં પિતા - પુત્રે 11.51 લાખ ગુમાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકાના શેરપુર ગામના બે શખ્સોએ ડુંગરી ગામના પિતા-પુત્રને કથિત વડનગરના બે શખ્સો સાથે મલાવી અેકના ડબલ કરાવી અાપવાની લાલચ અાપી રૂા. 11.51 લાખ ખંખેરી લઇ છેતરપિંડી અાચરવામાં અાવતા જાદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રૂા.30 લાખ લેવાની લ્હાયમાં નોટોના બંડલ ભરેલુ બોક્સ ખોલતા રૂા. 100 ની ચાર નોટો નીકળી હતી.

ડુંગરી ગામના નિમેશકુમાર જયંતિલાલ પટેલ શેરપુર ગામના ગોપાલ મોહનભાઇ વણકર (કાપડીયા) અને તેના વર્મા નામના મિત્રના પરિચયમાં અાવ્યા હતા. તા.25-03-19 ના રોજ ગોપાલ કાપડીયાઅે વાત કરી હતી કે વડનગરના પિયુષ ઠાકોર અને નિકુલ ઠાકોર સાથે મારે અોળખાણ છે અને તેઅો અેકના ડબલ કરી અાપે છે. ત્યારબાદ નિમેશકુમાર પટેલ ઇડર ગયા હતા અને ગોપાલ કાપડીયા તથા વર્મા નામના શખ્સ સાથે વડનગર જઇ અને તળાવ નજીકના રસ્તે થઇ અેક ખેતરની અોરડીમાં ગયેલ જ્યાં અા બંને શખ્સો કાગળના બંડલ પ્રવાહી ભરેલ ત્રણ તગારામાં નાખી તેમાંથી રૂા.200, રૂા.100, રૂા.50 અને રૂા.20 ની નોટો બનાવી સૂકવી રહ્યા હતા.

ગોપાલ કાપડીયા અને વર્માઅે અા બંને શખ્સો પિયુષ ઠાકોર અને નિકુલ ઠાકોર સાથે પરિચય કરાવતા તેમણે કહ્યુ હતુ કે અમારી પાસે અલગ અલગ કેમિકલ છે તમે જેટલી રકમ અાપશો તેના અઢી ગણા પૈસા અમે તમને તરત અાપી દઇશુ. ત્યાંથી પરત અાવતા ગોપાલ કાપડીયા અને વર્માઅે કહ્યુ હતુ કે પૈસાની સગવડ કર અમે અઢીગણા પૈસા અપાવીશુ. ઘેર અાવીને નિમેશ પટેલે તેના પિતા જયંતિલાલ પટેલને અા વાત કરતા તેમણે પોતાની પાસેથી તથા સગાસંબંધીઅો પાસેથી રૂા.5.51 લાખ ભેગા કરી પિયુષ અને નિકુલને ફોનથી વાત કરતા તેમણે જણાવ્યુ કે તમે બાર લાખ લઇ અાવો તો અમે તમને રૂા.30 લાખ કરી અાપીશુ. વધુ રકમ થઇ શકે તેમ ન હોવાનુ જણાવતા તેમણે કહ્યુ હતુ કે તમારી પાસે જે રકમ છે તે લેતા અાવો તેના અઢી ગણા કરી અાપીશુ.

તા. 28/03/19 ના રોજ નિમેષ પટેલ અને તેના પિતા સવારે અગિયારેક વાગ્યે વડનગર ગયા હતા અને રૂા.5.51 લાખ અા બંને જણાને અાપતા તેમણે કહ્યુ કે અાટલી મોટી રકમ અત્યારે અહીયા નથી બીજી જગ્યાઅેથી લઇ અાવુ છુ કહી બાઇક લઇને જતા રહ્યા હતા અને ઘણા સમય બાદ તેમણે કહ્યુ હતુ કે તમે જતા રહો અમે સાંજે તેજપુરા અાવવાના છીઅે પરંતુ બીજા દિવસે સુધી અા લોકો ન અાવતા પિયુષને ફોન કરતા તેણે કહ્યુ હતુ કે તમે રૂા.12 લાખ અાપવાના હતા પૂરેપૂરી રકમ લઇને અાવશો તો રૂા.30 લાખ અાપી દઇશુ. અા અંગે ગોપાલ અને વર્માને વાત કરતા તેમણે કહ્યુ હતુ કે બાકીના રૂા.6.5 લાખની સગવડ કરી દો અમે તમારી સાથે અાવીને પૈસા અપાવી દઇશુ. જાદર પોલીસે નિકુલ અને પિયુષ નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોક્ષમાંથી 100ના દરની ચાર નોટો નીકળી હતી. તસવીર-પરેશ પટેલ

પોલીસ આવે છે ફટાફટ નીકળી જાઓ
તા. 02/04/19 ના રોજ ગોપાલ સાથે લઇને પિતા-પુત્ર વડનગર ગયા હતા જ્યાંથી તેમને અા બંને ખેરાલુ તાલુકાના કેશરપુરા ગામે બોલાવેલ અને રૂા.6 લાખ તેમને અાપ્યા હતા અને રૂા.50 હજાર સગવડ થયેથી અાપવાનુ કહેતા તેમણે ખાખી કલરના પૂંઠાનુ અેક બોક્સ અાપ્યુ હતુ અને બોક્સના કાણામાંથી રૂા.100 ના દરની નોટો બતાવી હતી. બોક્સ અાપ્યા બાદ તેમણે કહ્યુ કે અહીથી ફટાફટ નીકળી જાઅો પોલીસની ગાડી અાવતી લાગે છે ત્રણેય જણા ત્યાંથી નીકળી ગયા હતા અને પિતા-પુત્રઅે ઘેર અાવી બોક્સ ખોલતા અંદરથી રૂા.100 ના દરની ચાર નોટો ઉપર મૂકેલી નીકળી હતી. નીચેના ભાગે કોરા કાગળ હતા.

અન્ય સમાચારો પણ છે...