તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસના નાંદીસણ ગામેથી પસાર થતી મેશ્વો નદી ઉપર કોઝવે બનાવવા ખેડૂતોની માંગઉઠી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા તાલુકાના નાંદીસણમાંથી પસાર થતી મેશ્વો નદી ઉપર પુલ કે કોઝવે નહી હોવાથી વર્ષોથી નાંદીસર પ્રજા હાલાકી વેઠી રહી છે. નદીમાં પાણી ભરાઇ રહેતાં ખેડૂતોને દિવસ અને રાત્રીમાં ખેતરમાં જવા આવવામાં અને આવતી જતી એકલ દોકલ મહિલાઓ સહિત ગ્રામજનોને નદી પાર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોઇ તેમજ હાઇવે પર આવેલા સ્ટેન્ડ સુધી પહોંચવા ચાર કિલોમીટર અંતરે લાંબું થવું પડે છે.જેથી નાંદીસણમાંથી પસાર થતી મેશ્વોનદી ઉપર વહેલી તકે કોઝવે બનાવવા ગ્રામજનો અને ખેડૂતોમાં માંગ ઉઠી છે. આ કોઝવેના પ્રશ્ને અગાઉ ગ્રામજનોએ ધારાસભ્ય અને સંસદસભ્યોને અને જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરતા હોઇ ખેડૂતો અને ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

નાંદીસણના ગ્રામજનોને શામળાજી હિંમતનગર સ્ટેન્ડ સુધી પહોંચવા માટે મેશ્વો નદીમાંથી પસાર થવું પડે છે. જોકે ગામના 100 જેટલા ખેડૂતો ને પોતાની જમીન સુધી જવા આવવા માટે મેશ્વો નદીમાંથી ચોમાસા ઉપરાંત પસાર થતાં ચાર કિલોમીટરના અંતર સુધી લાંબુ થવું પડેછે. વહેતી નદીમાંથી પસાર થતાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે ગામના અગ્રણી અને ભાજપના કાર્યકર જયંતીભાઇ જીવાભાઇ કડીયા,રતિભાઇ સગરે અને પદાધિકારીઓ સત્વરે માગણી ધ્યાને લેવા ગ્રામજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...