ગાજણમાં યોજાયેલા કૃષિમેળામાં ખેડૂતોને જૈવિક ખાતરોનો વપરાશ કરવા ભાર મૂકાયો

2000 કરતાં વધુ ખેડૂતો ઉપસ્થિત રહી કૃષિ સ્ટોલ ઉપરથી જણકારી મેળવી

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:22 AM
Modasa News - farmers are encouraged to use organic fertilizers in agro grains held in kajran 032225
અરવલ્લી જિલ્લા કક્ષાનું ખેડૂત સંમેલન મોડાસા પાસે ના ગાજણ ખાતે યોજાયુ હતુ. આત્મા યોજના દ્વારા આયોજિત ખેડૂત પરિસંવાદમાં બે હજાર કરતાં વધુ ખેડૂતો ઉપસ્થિત રહી નિષ્ણાતો દ્વારા અદ્યતન ટેકનોલોજીની પદ્ધતિ કરવા ખેતી અંગે જાણકારી મેળવી હતી.

ખેડૂત સંમેલનમાં જિલ્લામાંથી 2000 કરતાં વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિમેળામાં ખેડૂતોને પાકના વધુ ઉત્પાદનો માટે તેમજ ઓછા ખર્ચે વિપુલ ઉત્પાદન મેળવવા માટે તજજ્ઞો દ્વારા રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરી જૈવિક ખાતરોનો વધુ ઉપયોગ કરવા માટે ભાર મૂકાયો હતો. કૃષિમેળામાં કલેકટર એમ. નાગરાજન ઉપસ્થિત રહી ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા અને પશુપાલન વિશે ,વિશેષ જાણકારી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલે ખેડૂતોને સરકારની વિશેષ ખેડૂત વિષયક અને લાભકારી યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા પશુપાલન અધિકારી ડો.સરગરાએ પશુપાલન અંગે તેમજ તેમની કાળજી રાખવા પર દૂષધ ઉત્પાદકોને જાણકારી આપી હતી. ખેડૂતોને બાગાયતી પાકો અંગે અધિકારી જે.કે.પટેલે માહિતી આપી બાગાયતી ખેતી તરફ વાળવા અને તેમાં જૈવિક ખાતરોનો વધુ ઉપયોગ કરવા જણાવ્યુ હતુ. મેળામાં 100 જેટલા જુદા જુદા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

X
Modasa News - farmers are encouraged to use organic fertilizers in agro grains held in kajran 032225
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App