તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડર | ઇડર પથિક પેટ્રોલપંપ થી બારેલા તળાવની વચ્ચે આવેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | ઇડર પથિક પેટ્રોલપંપ થી બારેલા તળાવની વચ્ચે આવેલ વણઝારાવાસ રોડસાઈડમાં ગટર નું કામ ચાલુ હોઇ ગટર ની માટી રોડની સાઈડ ઉપર ઢગલા કરવામાં અાવ્યા છે. જેના લીધે સવારના સુમારે એક પીકઅપ ડાલું પલટી ખાઈ ગયું હતુ. જેમાં કોન્ટ્રાકટર એ બે મીટર ઊંડી અને બે મીટર પોહળી ગટર લાઈન કેટલાય સમયથી ખોદીને મૂકી રાખી છે. નગરપાલિકામાંથી મંજૂરી લીધેલ હતી. પરંતુ કોઈ સેફ્ટી ગાર્ડ કે રીફલેક્ટર લગાવેલ નહાતા. આ રોડ ખેડબ્રહ્મા અને ભિલોડાને જોડતો હોવાથી આ રોડ ઉપર ટ્રાફિક હોય છે સવારના સમયે અકસ્માત થયો હોવાથી મોટી જાન માલ નુકશાનની ન થઈ હતી. કોન્ટ્રક્ટર સંપર્ક સાધતા ઉત્તરાયણ પછી અમે સેફ્ટી ગાર્ડ કે રિફલેક્ટર લગાવીશું નું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...