તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંભોઇ પોલીસે બુધવારે એસટી બસમાં દારૂની હેરાફેરી કરતી મહિલાને બાતમીને આધારે રૂા.21,600 કિંમતના દારૂના જથ્થા સાથે એસટી બસમાંથી ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા માહિતી અનુસાર ગાંભોઇ પીએસઆઇ જે.આર. દેસાઇને બાતમી મળી હતી કે ભિલોડાથી જામનગર જતી બસમાં મહિલા દારૂનો જથ્થો લઇને જઇ રહી છે. બાતમીને આધારે પીએસઆઇ પી.એચ.સીસોદીયા સ્ટાફ સહિત ગાંભોઇ નજીક સૂરજપુરા ફાટક નજીક ગરાનાળા પાસે પહોંચી ગયા હતા અને ભિલોડાથી જામનગર જતી બસપહોંચતા તેને ઉભી રખાવી બસમાં તપાસ હાથ ધરતા મૂળ ભિલોડા તાલુકાના ધોલવાણીની અને હાલ જામનગર ખાતે રેલ્વે કોલોનીની બાજુમાં ખોડીયાર કોલોનીમાં રહેતી સુશીલાબેન મોતીભાઇ ગામેતી પાસેથી ત્રણ થેલા મળી આવ્યા હતા. જેમાં દારૂની બોટલ નંગ 72 કિ.રૂા.21,600 નો દારૂનો જથ્થો મળી આવતા મહિલાની અટકાયત કરી ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...