તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શારણેશ્વર રાત્રે રોકાતી બસ નાલશેરી રોકાણ કરવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરને વિસનગર થઈ જોડતી વિસનગર ડેપોએ શરૂ કરેલી બસને પૂર્વ ધારાસભ્યની માંગણી બાદ મહેસાણાથી નાલશેરી સુધી લંબાવાઈ હતી. જે બસ પોળોમાં હરણાવ નદી પર બ્રિજનું કામ શરૂ થતા શારણેશ્વર ખાતે નાઈટ હોલ્ટ કરતી હતી. જેમાં પોળોના બ્રિજનું કામ પૂર્ણ થતાં પુનઃ આ બસને નાલશેરી થી મહેસાણા દોડાવવા માંગ ઉભી થઇ છે.

ગુજરાત આદિજાતિ નિગમના પૂર્વ અધ્યક્ષ રમીલાબેન બારાના ભાઈ સુરેન્દ્રભાઈ બારાએ વિસનગર ડેપો દ્વારા શરૂ કરાયેલી વિસનગર વાયા હિંમતનગર ઇડર અભાપુર પોળો વિજયનગર બસને નાલશેરી નાઈટ કરવા માંગણી કરતા નાલશેરી સુધી લંબાવવામાં આવી હતી. પોળોમાં હરણાવ નદીના બંને પુલ બ્રિજનુ કામ પૂર્ણ કરાયું છે અને વિસનગર ડેપોની નાલશેરી પોળો અભાપુર આતરસુંબા ઇડર વિજાપુર મહેસાણા બસ ને બાદ કરતાં અન્ય તમામ ડેપોની બસસેવા પૂર્વવત કરવામાં આવી છે. નાલશેરી પોળો અભાપુર આતરસુંબા ઇડર વિજાપુર મહેસાણા બસ હજુ પણ શારણેશ્વર જ નાઈટ હોલ્ટ કરે છે જેને પુનઃ નાલશેરી નાઈટ કરાવવા સ્થાનિક લોકોની માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...