તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેધરોટા નજીક વાહનની ટક્કરે બાઇકસવાર પિતા-પુત્રીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર વિજાપુર હાઇવે પર ગુરુવારે સમી સાંજે દેધરોટા ગામની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે પિતા-પુત્રીનું કરૂણ મોત નિપજયું હતું અને માતા ને ગંભીર ઇજાઓ થતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

દેધરોટા ગામ નજીક ગુરુવારે સાંજે છએક વાગ્યાના સુમારે ઇડર તાલુકાના નાના કોટડા ગામના મનુભાઈ ભીખાભાઇ રાવળ તેમની પુત્રી કિંજલબેન અને પત્ની સોનલબેન બાઇક ઉપર પસાર થઇ રહ્યા હતા એ દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરે ત્રણેય જણા રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થઇ હતી જેમાં મનુભાઇ ભીખાભાઈ રાવળ અને તેમની પુત્રી કિંજલબેન નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્ની સોનલબેન ને ગંભીર ઇજાઓ થઇ હતી અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્ત સોનલબેન ને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા સોનલબેન ને શરીરમાં ઇન્ટર્નલ ગંભીર ઈજાઓ થવાને કારણે સોનોગ્રાફી કરવા બહાર લઈ જવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...