તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવાઝોડા અને માવઠાને લઈ રવી પાકોને નુકસાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પણ થતા ઘઉ, રાયડો, વરીયાળી, દિવેલા જેવા પાકને સોંથ વળી ગયો છે નોંધનીય છે કે અાગાહી હોવા છતાં જિલ્લાના ખેતીવાડી વિભાગે ખેડૂતોને રવી-સોમ દરમિયાન પિયત ન કરવા અેડવાઇઝરી જારી ન કરતા નુકશાનની માત્રા અનેક ગણી વધી થઇ છે અને મોટાભાગના ખેડૂતો પર મુશ્કેલીનુ અાભ તૂટી પડ્યુ છે.

સોમવારે રાત્રિથી જ વાતાવરણમાં પલટો અાવ્યા બાદ મંગળવારે સાંજે અને રાત્રે દસ થી અગિયાર દરમિયાન બે વખત જિલ્લામાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડતા ખેતરોમાં ઉભા ઘઉ, દિવેલા, રાયડાનો પાક જમીનસરસો થઇ ગયો છે. ખેતીવાડી વિભાગ ધ્વારા મળતી માહીતી અનુસાર જિલ્લામાં ચાલુ વર્ષે 1.20 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે તે પૈકી 77 હજાર હેક્ટરમાં ઘઉનું વાવેતર થયુ છે. વરીયાળી અને જીરૂનું વાવેતર અોછુ છે પરંતુ તેમાં સાૈથી વધુ નુકશાન થવાની સંભાવના છે ખેડૂતોના જણાવ્યાનુસાર જમીનસરસા થઇ ગયેલા ઘઉના હવે ભાવ મળવા શક્ય નથી નુકશાન વેઠવાનો વારો અાવ્યો છે.

ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યુ કે હિંમતનગર, પ્રાંતિજ, ઇડર અને તલોદ તાલુકામાં નુકશાન થયુ છે જે ખેડૂતોઅે છેલ્લા 2-3 દિવસમાં પિયત કર્યુ હોય તેઓના ઘઉ પડ્યા છે અને વિસ્તરણ અધિકારીઅોને તપાસ માટે મોકલ્યા છે.

બિયારણ પણ બાકીમાં લાવીને વાવેતર કર્યું : ખેડૂત
હું નાનો ખેડૂત છુ ઘરમાં ખાવા માટે 4 વીઘા જમીનમાં ઘઉનું વાવેતર કર્યું હતું. ચારે વીઘાના ઘઉ જમીનદોસ્ત થતાે હવે ખાવાના કામમાં પણ નહી અાવે અેકદમ પાતળા પડી જવાતા જીરા જેવા સરકાર પણ નહી ખરીદે. બીયારણ પણ બાકીમાં લાવીને વાવેતર કર્યું છે. ગીરીશભાઇ પટેલ (ધનપુરા)

અરવલ્લીના ઉભરાણ-અણીયોર પંથકમાં ઘઉં અને પપૈયાના પાકનો સોથ વળી ગયો
ભાસ્કર ન્યૂઝ|મોડાસા

અરવલ્લી જિલ્લામાં શિયાળુ સિઝનમાં 61000 હેક્ટર ઘઉંના પાકની વાવણી થઇ હોવાનુ નોંધાયુ છે. જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડા સાથે ભારે પવન ફુંકાતાં ઘઉંના પાકમાં 10ટકા જેટલી નુકશાની થઇ હોવાનુ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. વાવાઝોડાના કારણે ઠેરઠેર ઘઉંનો પાક આડો સૌથ વળી ગયો હતો.

માલપુર તાલુકાના અણીયોર કંપા સહિત ના વિસ્તારોમા આવેલા પપૈયાનો પાક વાવાઝોડાના કારણે આડો સૌથ વળી જતા ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાની આવી હતી.મોડાસા-માલપુર તબકામાં ચણાનો પાક પણ કમોસમી માવઠા ને કારણે વીરવીખેર થઇ જતા ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો