તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાલી આર્ટસ કોલેજમાં સતત મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી | વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ બી.સી.શાહ આર્ટસ કોલેજમાં મંગળવારે મામલતદાર જી.જે. પટેલના અધ્યક્ષ સ્થાને સતત મતદાર સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત કોલેજમાં 18 વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ દાખલ કરવા, નામમાં ક્ષતિ હોયતો સુધારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના 42 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી મતદાર નામ દાખલ અને સુધારણા કરાવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. ટી.ડી.પટેલ જ્યારે આભાર વિધિ ડૉ. જે.જી.ચૌધરી એ કરી હતી. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન.આર.પટેલ સહિત તમામ અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...