તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગર કોલેજમાં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | સાબરકાંઠા ગ્રાહક સુરક્ષા મહામંડળ હિંમતનગર અને આર્ટસ કોલેજ વિજયનગરના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સંચાર પ્રસારણ કાર્યક્રમ અંગે માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. રાજપુર કેળવણી મંડળના અધ્યક્ષ મણીભાઈ પટેલ કોલેજના આચાર્ય ડૉ. એલ.એસ.મેવાડાની ઉપસ્થિતિમાં ડૉ. કશ્યપનાથે માહિતી પૂરી પાડી હતી. સંચાલન ડૉ. ભરતભાઇ પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...