Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં રાજા રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા CMને રજૂઆત કરાઇ
ગુજરાતની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના પ્રતિનિધી મંડળ સાથે રહી હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજા રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
તા.31-10-2118 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવું મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી હતી.જે સંદર્ભમાં ગુરુવારે ગાંધીનગરમાં સંકલન સમિતિના પ્રતિનિધિ મંડળના સભ્યો અને ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ચાવડા, સી.કે.રાઉલજી,રાજેન્દ્રસિંહ પરમાર ,ડો.સી.જે.ચાવડા ,કીર્તિસિંહ વાઘેલા, વિક્રમસિંહ મહારાઉલ, રમજુભા જાડેજા, અશ્વિનસિંહ સરવૈયા, શ્રી રાજ શેખાવત, હિતેન્દ્રસિંહ રાઓલ, પ્રવિણસિંહ ઝાલા, ઇતેન્દ્રસિંહ ઝાલા, રણવીરસિંહ રાઠોડ સહિતે મુખ્યમંત્રીને મળી મ્યુઝિયમનું કામ સત્વરે શરૂ કરવા રજૂઆત કરી હતી.
_photocaption_SOUમાં મ્યુઝિયમ બનાવવા રજૂઆત.}મકસુદ મનસુરી*photocaption*
ગુજરાત રાજપૂત સંકલન સમિતિના સભ્યો સહિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી