હિંમતનગરની સરકારી ઓફિસોમાં જ સ્વચ્છતાના ધજાગરા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારના સ્વચ્છતા અભિયાનનું સૂરસૂરીયું હિંમતનગરની મોટા ભાગની સરકારી કચેરીઓમાં જોવા મળ્યું છે. હિંમતનગર જિલ્લાનું વડુમથક હોવા છતાં અને કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓની ઓફિસ હિમતનગર ખાતે જ હોવા છતાં સરકારી કચેરીઓમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

હિંમતનગર શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન ની સામે આવેલ સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ , સિંચાઈ વિભાગ તથા સર્વ શિક્ષા અભિયાન ની વગેરેથી માંડીને વિવિધ વિભાગોની જિલ્લા કચેરીઓ આવેલી છે. પરંતુ બધે જ ગંદકીના ઢગલા જામ્યા છે. ક્યાંક પાનની પીચકારીઓ તો ક્યાંક કચરાના ઢગલા તો ક્યાંક ઓવરફ્લો થયેલા ડસ્ટબીન તો ક્યાંક ગંદા પાણીની રેલમછેલથી ઓફિસો ગંધાઇ ઉઠી છે.

આચારસંહિતાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક કચેરીઓમાં પ્રજાના રૂટીન કામો અભરાઇએ ચઢ્યા છે. ચૂંટણીની મીટીંગોમાં વ્યસ્ત હોવાનું કહીને અધિકારીઓ અરજદારોને મળવાનું પણ ટાળે છે અને સફાઇ કામદારો પણ ચૂંટણીને કારણે અન્ય કાર્યોમાં રોકાયેલા હોવાનું બહાનું કાઢીને ગંદકીના સામ્રાજ્ય માટે લૂલો બચાવ કરી રહ્યા છે.

હિંમતનગરની સરકારી કચેરીઓમાં કચરાના ઢગ જામ્યા. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...