તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસાની કે.એન.શાહ હાઇસ્કૂલમાં સ્વચ્છ પર્યાવરણ ઝુંબેશ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મોડાસાની કે.એન.શાહ મોડાસા અને મોડાસા કેળવણી મંડળના “શતાબ્દી મહોત્સવ” ની ઉજવણી ના ભાગ રૂપે સ્વચ્છ તન-મન-પર્યાવરણ ઝુંબેશ અંતર્ગત શાળાની દીકરીઓ માટે પેડ વેન્ડિંગ અને પેસ ઇન્સીનરેટર સુવિધા શાળામાં પૂરી પાડવાનો કાર્યક્રમ મોડાસા શહેરના મહાલક્ષ્મી ટાઉનહોલમાં યોજાયો હતો. જેમાં સમારંભ અધ્યક્ષ બિપીનભાઈ શાહ (પ્રમુખ, મોડાસા કેળવણી મંડળ), ઉદ્ઘાટક તરીકે કમલેશભાઈ પટેલ (ચેરમેન, નાગરિક બેંક, મોડાસા) અતિથી વિશેષ પ્રણવ પારેખ (ચીફ ઓફિસર, મોડાસા નગરપાલિકા), રૂપેશભાઈ ઝાલા (કારોબારી સમિતિ અધ્યક્ષ, નગરપાલિકા,મોડાસા),નાગરિક બેન્કના એમ.ડી. અશોકભાઈ ભાવસાર, હસમુખભાઈ શાહ, સ્ટેમ્પ એન.જી.ઓના પ્રમુખ નરેન્દ્રભાઈ વ્યાસ, નીલેશભાઈ વ્યાસ, સ્ટેમ્પ એન.જી.ઓના સ્થાપક, પ્રો-સ્થાપક ગ્રીષા વ્યાસ, હિનલ જાજલ, મોડાસા કેળવણી મંડળના પ્રભારીમંત્રી કિરીટભાઈ કે.શાહ, પંકજભાઈ બુટાલા સહિત હાજર હતા. સુપરવાઈઝર કે.આર.ખાંટ, જી.બી.પટેલ, ઓ.એસ. જે.કે.પટેલ, ડૉ.આર.સી.મહેતા, મોડાસા હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત હતા. સુભાષભાઈ શાહ (પ્રમુખ નગરપાલિકા, મોડાસા) એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. મહેમાનોનો પરિચય આચાર્ય એમ.આઈ.જોષીએ આપ્યો હતો. પ્રાર્થનાગાન પી.ડી.બારોટ અને શાળાગીત અભિનયથી બાળકો દ્વારા રજુ કરાયુ. સંચાલન એમ.બી.પટેલ તેમજ આભારદર્શન સુપરવાઈઝર કે.આર.ખાંટ દ્વારા કરાયુ હતું. ગ્રીષ તેમજ હીનલબેને પ્રેઝેન્ટેશન દ્વારા સમજુતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...