તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડર તાલુકાના દીયોલી ગામના યુવકે એ.યુ.ફાઇનાન્સમાંથી છોટા હાથી ગાડીની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકાના દીયોલી ગામના યુવકે એ.યુ.ફાઇનાન્સમાંથી છોટા હાથી ગાડીની લોન કરાવી હતી. જેના હપ્તા બાકી હોવાથી ગાડી ખેંચવા આવેલા સિઝરોએ લોનધારકના પિતાનું માથું ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

દીયોલી ગામના અરવિંદભાઈ ઈશ્વરભાઈ થોરી એ ધંધા માટે છોટા હાથી ગાડી ની લોન એ યુ.ફાઇનાન્સમાંથી કરાવેલ જેના ત્રણ હપ્તા બાકી હોવાથી એ યુ ફાઇનાન્સના ધવલ દીપકભાઈ જાટ અને અન્ય બે માણસો બાઈક લઈ ગાડી ખેંચવા આવ્યા હતા અને તમારી ગાડી ના ત્રણ હપ્તા બાકી છે તે ભરીદો નહીતર ગાડી ખેચી લઈશું અને એયુ ફાઇનાન્સ ની ઓફિસે લઈ જવી પડશે તેમ કહેતા અરવિંદભાઈ કહ્યું હતું કે મારા પિતા ઈશ્વરભાઈ મંડપનો ધંધો કરે છે અને મોહનપુરાપાટિયા ગોડાઉન પર વાતચીત કરીને હપ્તા ત્યાં થી આપી દઉં છું ત્યારબાદ મંડપ ના ગોડાઉન પર ગયા પછી એયુ ફાઇનાન્સ ના ધવલભાઈએ કહ્યું હતું કે ગાડીની લોન અને પેનલ્ટી બધું થઈને ત્રીસ હજાર થાય છે તે આપી દો એટલે વાતચિત થયા પછી ઈશ્વરભાઈ એ ત્રીસ હજાર આપી દીધા હતા. પૈસા ભર્યાની પાવતી માંગતા સીજરે કહ્યું કે પાવતી જોઈતી હોય તો ગાડી એ.યુ. ફાઇનાન્સ ની ઓફિસે લઈ જવી પડશે ઈશ્વરભાઈ ને સીજર અપશબ્દો બોલતા અરવિંદ ભાઈએ અપશબ્દો બોલવાની ની ના પડતા ઉશ્કેરાઈ ને ધવલ ભાઈએ બાજુ માં પડેલ મંડપનું લાકડું અરવિંદભાઈના માથા ના ભાગે માર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...