તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચારિત્રનો શક રાખી અેક સગીરાની હત્યા બાદ પકડાવાની બીકે બીજીની પણ હત્યા કરી નાખી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણ સપ્તાહ પૂર્વે હિંમતનગર તાલુકામાંથી બે અલગ અલગ જગ્યાઅેથી અજાણી લાશો મળી અાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે ત્રણેક સપ્તાહમાં બે સગીરાઅોના પરપ્રાંતિય હત્યારાઅોને ઝડપી ડબલ મર્ડર વીથ રેપ નો પર્દાફાશ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપી કાનૂની પ્રક્રિયા માટે પોલીસ દ્વારા સ્પેશ્યલ પ્રોસીક્યૂટરની પણ માંગ કરાનાર છે.

તા. 20-02-20 ના રોજ હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામની સીમમાં ચેકડેમમાંથી પાણીમાં તરતી અજાણી યુવતીની લાશ મળી હતી તેની કમ્મરે પથ્થર બાંધીને ડૂબાડાઇ હોવાના પૂરાવા મળતા હત્યાની અાશંકા મજબૂત બની હતી. ત્યારબાદ તા. 25/02/20 ના રોજ દેધરોટા ગામની સીમમાં માઇન્સ રોડ પરના ગરનાળાના પાઇપમાં પથ્થરોની અાડશથી છૂપાવેલ બીજી અજાણી યુવતીની ક્ષત વિક્ષત લાશ મળી અાવી હતી.

સા.કાં. અેસ.પી. ચૈતન્ય મંડલીકે વિગત અાપતા જણાવ્યુ કે બંને મૃતક 16 અને 17 વર્ષની હતી. લાશ વગે કરાયેલ બંને સ્થળમાં અને બંનેની વીંટીઅો સહિતના અાભૂષણો વગેરેમાં વિશિષ્ટ સામ્યતા હોવાથી અને અાસપાસના વિસ્તારોમાંથી ગૂમશુદા અંગે કોઇ વિગતો ન મળતાં બંને વિસ્તારમાં ખોદકામ કરનારની તપાસ કરતાં કોન્ટ્રાક્ટર પણ અેક જ હોવાથી અેન.ડી. કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો અને પેટા કોન્ટ્રાક્ટરો મજૂરો ડ્રાયવરોને મૃતકના ફોટોગ્રાફ્સ બતાવતાં જાણવા મળેલ કે હીટાચી મશીન પર કામ કરતાં વિકાસકુમાર રામેશ્વર અશરફી મહતો ઉ.વ.24 અને મુન્નાકુમાર યોગેન્દ્ર જગરૂ મહતો (બંને રહે. નૌતમ.અનુસંધાન-પેજ-2-પર...

વીરાવાડા અને દેધરોટામાં ડબલ મર્ડર વીથ રેપનો પર્દાફાશ

આ હત્યારા પકડાયા

1. વિકાસકુમાર રામેશ્વર અશરફી મહતો

2. મુન્નાકુમાર યોગેન્દ્ર જગરૂ મહતો

(બંને રહે. નૌતમ ગામ થાના સંગ્રામપુર તા. ભટવાલીયા જિ.પૂર્વ ચંપારણ બિહાર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો