તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સા.કાં. જિલ્લા અારોગ્ય વિભાગે બોગસ અાયુષ્યમાન કાર્ડ અંગે તપાસ હાથ ધરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં સંખ્યાબંધ બોગસ અાયુષ્યમાન કાર્ડ નીકળ્યા હોવાની પર્યાપ્ત સંભાવનાને પગલે અારોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હોવાનુ જણાવાઇ રહ્યુ છે. પરંતુ વધુ કેટલા બોગસ કાર્ડ મળ્યા કે કોના સામે શું કાર્યવાહી કરવામાં અાવી તે બાબતે સત્તાવાર સ્પષ્ટતા કરવા ઇન્કાર કરાયો હતો.

વિજયનગર અને ઇડર તાલુકામાં 33 બોગસ અાયુષ્યમાન કાર્ડ મળી અાવતા અારોગ્ય વિભાગે અેક ખાનગી અોપરેટરને પાણીચુ અાપ્યુ હતુ અને બીજો સરકારી કર્મચારી હોવાથી ખાતાકીય કાર્યવાહી શરૂ કરાઇ છે. તા. 9 ડિસેમ્બરે સમગ્ર પ્રકરણ બહાર અાવ્યા બાદ અારોગ્ય વિભાગને અેક માસ સુધી અેક પણ બોગસ કાર્ડ હાથ લાગ્યુ ન હોવાની બાબતે હોબાળો મચ્યા બાદ અારોગ્ય વિભાગ દ્વારા બોગસ અાયુષ્યમાન કાર્ડ અંગે જિલ્લાના તમામ 8 તાલુકામાં તપાસ હાથ ધરાઇ છે. સીડીઅેચઅો ર્ડા. રાજેશ પટેલે જણાવ્યુ કે જિલ્લામાં તપાસ અને કાર્યવાહી ચાલુ છે .પરંતુ અા બાબતે કોઇ સ્પષ્ટતા નહી કરી શકાય.

એપ્રુવ અોથોરિટી બધા માટે કોમન હતી
અારોગ્ય વિભાગના વિશ્વસ્ત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોર્ટલમાં અેકવાર સાચા કે બોગસ લાભાર્થીની વિગતો અપડેટ થઇ જાય પછી કોઇપણ જિલ્લાનો સુપરવાઇઝર મેડિકલ અોફિસર, ટીઅેચઅોથી માંડી સ્ટેટ સુધી બધા માટે અેપ્રુવ અોથોરીટી સમાન હતી અને રાજ્યમાં ગમે ત્યાં બેઠા અેપ્રુવ મળી જતા અાયુષ્યમાન કાર્ડ ઇશ્યુ થઇ જતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો