તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં બીએસએનએલ સીમ કાર્ડ તથા એમએનપી કાર્ડની અછત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનગી કંપનીઓએ માસિક ભાડું રૂ.35 વસુલવાનું ચાલુ કરતા બીએસએનએલમાં પોર્ટેબીલીટી માટે ગ્રાહકોનો ધસારો થઇ રહ્યો છે. બીજી બાજુ બી.એસ.એન.એલ.દ્વારા અગમ્ય કારણોસર સીમકાર્ડ અને મોબાઇલ નંબર પોર્ટેબીલીટી કાર્ડ પુરા પાડવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે.

બીએસએનએલની જી. એમ ઓફિસ હિંમતનગરના અંદરમાં કુલ 6 ફ્રેન્ચાઈઝી છે. રુરલ ડિસ્ટ્રીબ્યુટર 15, 16 ગ્રાહક સેવા કેન્દ્ર અને 80 ડાયરેકટ સેલીંગ સેન્ટર છે. છેલ્લા એક માસથી મોબાઈલની પ્રાઇવેટ કંપનીઓ દ્વારા રૂ. 35 ફરજિયાત માસિક ભાડું વસુલ કરવામાં આવી રહ્યું છે અને તો જ ફોન ચાલુ રહી શકે છે આથી ગ્રાહકો પ્રાઈવેટ કંપની માંથી બી.એસ.એન.એલમાં આવવા માટે દુકાનદારો પાસે તથા ઓફિસમાં જાય છે છતાં સિમ કાર્ડ અને મોબાઈલ પોર્ટેબીલીટી કાર્ડ ન હોવાથી વારંવાર ધક્કા ખાવા પડે છે. હિંમતનગર ઓફિસથી મળતી માહિતી અનુસાર સીજીએમ ઓફિસ અમદાવાદથી કાર્ડ વારંવાર મંગાવવા છતાં આવતા નથી એવુ જણાવાય રહ્યું છે બીએસએનએલની આવી નીતિઓને કારણે જ પ્રાઇવેટ કંપનીઓ લાભ લઈ જાય છે બંને જિલ્લાના મોબાઈલ ગ્રાહકો અને દુકાનદારો પણ હવે થાકી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...