તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર શહેરના અશરફનગર કસ્બા મદ્રેસા કમિટી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર શહેરના અશરફનગર કસ્બા મદ્રેસા કમિટી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓને ધર્મ વિશે રુચી અને જ્ઞાન વધે તેવાં આશયથી છેલ્લા ત્રણ વર્ષથી મદ્રેસસા કમિટીના ચેરમેન યુનુસખાન પઠાણ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઇનામ વિતરણના આ કાર્યક્રમ દરમ્યાન આતંકીઓના હુમલામાં શહીદ થયેલા જવાનોને બે મિનિટનુ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી

કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે દારુલઉલુમ હશનીયાના મોલાના મુફ્તી ગુલઝાર અહમદભાઇ તથા મુખ્ય મહેમાન તરીકે સૈયદ નઇમુદીન , સુલેમાન કડીવાલા,જહુરભાઇ જાયલાવાળા તથા સિકંદરશેખ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. મદ્રેસામાં દિની તાલીમ લઇ રહેલા 250 વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓમાંથી દરેક વર્ગના પ્રથમ,દ્વિતીય તથા તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણના કાર્યક્રમમાં કસ્બા જમાતના પ્રમુખ કાલુમીંયા શેખ,મદ્રેસા કમિટીના ચેરમેન યુનુસખાન પઠાણ, મંત્રી સિરાજભાઇ વગેરે સહિત કસ્બા જમાતના સદસ્યો તથા કસ્બા વિસ્તારના રહીશો ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો