તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડર નાગરિક બેંકના ચેરમેન અને મેનેજરને બોર્ડ અોફ નોમિનીઝનું તેડું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઇડર નાગરિક સહકારી બેંકમાં તાજેતરમાં 16 કર્મચારી માટે હાથ ધરાયેલ ભરતી પ્રક્રિયા બેંકની અાર્થિક સ્થિતિને જોતા અનુકૂળ ન હોવા સહિત ગેરરીતીની અાશંકા સાથે બોર્ડ અોફ નોમીનીઝ માં ભરતી પ્રક્રિયા રદ કરવા અને મનાઇ હુકમ અાપવા દાદ ગુજારાતા બેંકના ચેરમેન અથવા મેનેજરને તા.26-03-20 ના રોજ રૂબરૂ ખૂલાસો કરવા નોટિસ પાઠવવામાં અાવી છે.

સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત અેવી છે કે ઇડર નાગરિક સહકારી બેંકમાં 12 ક્લાર્ક અને 4 પટાવાળા લેવાનુ નક્કી કરી ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પરંતુ કેટલાક વ્યક્તિઅોઅે 10 થી વધુ ઉમેદવારોના ભરતી અગાઉ નામ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. બેંકના સભાસદ હુસેનખાન પઠાણે બોર્ડ અોફ નોમીનીઝમાં રજૂઅાત કરી હતી કે હાલમાં બેંકની સ્થિતિ અાર્થિક રીતે નબળી છે. બેંક ડિપોઝીટ 55 કરોડની અાસપાસ છે અને 24 કરોડનુ ધિરાણ થયુ છે બેંકનો નફો રૂ.50 લાખની અાસપાસ થાય છે અને બેંકના કર્મચારીઅોને વાર્ષિક રૂ.1 કરોડ પગાર ચૂકવાય છે. અાવા સંજોગોમાં અાટલી મોટી ભરતી કરવામાં અાવે તો વાર્ષિક પગારની રકમ રૂ.દોઢ કરોડથી વધુ થાય તેમ છે અને બેંકને મોટુ નુકસાન થઇ શકે તેમ છે. તેમજ મોટા વિભાગનુ કામ કોમ્પ્યુટરથી થતુ હોવાને કારણે ભરતીની જરૂરિયાત જણાતી નથી અાવા સંજોગોમાં ભરતી પ્રક્રિયા રદ કરવામાં અાવે અને મનાઇ હુકમ અાપવામાં અાવે. જેના અંતર્ગત બોર્ડ અોફ નોમીનીઝ કોર્ટે મનાઇ હુકમ કેમ ન અાપવો તેની સ્પષ્ટતા બેંકના ચેરમેન અથવા મેનેજરને તા. 26/03/20 ના રોજ અાધાર પૂરાવા સાથે રૂબરૂ હાજર રહી સ્પષ્ટતા
કરવા નોટિસ ઇશ્યુ કરી છે.

બેંકમાં ભરતીનો મામલો, મનાઇ હુકમની માંગ પણ કોર્ટે બેંક પાસે ખૂલાસો માંગ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો