તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેણપુર પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલક પતિનું મોત,પત્ની ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી નજીક આવેલા વેનપુર પાસે રવિવારે સાંજે રાજસ્થાન બાજુથી બાઇક ઉપર આવતા દંપતીને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી.

વેણપુર પાસે રવિવારે સાંજે રાજસ્થાન બાજુથી આવતા બાઈક નંબર આર જે 12 એસવી 0409ને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર માટે શામળાજી રેફરલ હોસ્પિટલ માં લઇ જવાઇ હતી. ઘટનાની જાણ થતા શામળાજી પોલીસે ભાગી છૂટેલા વાહનને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના બાદ હાઇવે વિભાગ દ્વારા હાઇવે રોડની બંને બાજુ રોડ માટે ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...