તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ઘૂસી જતાં મોટાબાપા અને ભત્રીજાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર શહેરના ખેડતસીયા રોડ પર બુધવારે સાંજે રિલાયન્સ મોલ નજીક ઉભા રહેલ નંબર વગરના ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અેક્ટીવા ઘૂસી જતા અેકનુ ઘટનાસ્થળે જ મોત થયું હતુ અને યુવાનનુ સારવાર માટે લઇ જવા દરમિયાન મોત નીપજ્યુ હતું.

બુધવારે મોડી સાંજે રિલાયન્સ મોલ અાગળ ઉભા રહેલ રેતી ભરેલા નંબર વગરના ટ્રેક્ટરની ટ્રોલી અંધારાના કારણે ન દેખાતા અેક્ટીવા નં. જી.જે-1-અેન.વી-1564 ટ્રોલી સાથે ધડાકાભેર ટકરાયુ હતુ. અકસ્માતને પગલે લોકો દોડી અાવ્યા હતા. અેક્ટીવા પર સવાર દિલીપસિંહ બહાદુરસિંહ થાપા (ઉ.વ.55) અને તેમના નાના ભાઇના દિકરા યશ સુરેન્દ્રસિંહ થાપા ટ્રોલી સાથે ટકરાઇ રોડ પર પટકાયા હતા. જેમાં દિલીપસિંહનું ઘટના સ્થળે અને યશ થાપાનુ સારવાર માટે લઇ જવા દરમિયાન કરુણ મોત નીપજ્યુ હતુ. અેક જ પરિવારના કે સભ્યોના કરુણ મોતને પગલે ગમગીની છવાઇ હતી. અેડિવિઝન પોલીસે બંને વાહનોનો કબ્જો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારના સભ્યો દોડધામ અને અંતિમ ક્રિયામાં રોકાયેલા હોઇ ફરિયાદ નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...