તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેરોલની સીમમાં અાયશરની ટક્કરે બાઇકચાલકનું મોત થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દસેક દિવસ અગાઉ હિંમતનગર વિજાપુર રોડ પર દેરોલ ગામની સીમમાં અાયશર ચાલકે બાઇકને ટક્કર મારતાં ચાલકનું સારવાર દરમિયાન મોત થવાના કિસ્સામાં રૂરલ પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગત તા. 03-03-20 ના રોજ સવારે દસેક વાગ્યાના સુમારે પર દેરોલ ગામની સીમમાં વિજાપુર તરફથી અાવી રહેલ અાયશર નં.જી.જે-18-અે.ટી-8753 ના ચાલકે બાઇક નં.જી.જે-18-ડી.અેચ-3867ને ટક્કર મારતાં ચાલક ભીખાભાઇ તલાજી ઠાકોર રોડ પર પટકાયા હતા અને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઅો થઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભીખાભાઇને સારવાર અર્થે લઇ જવાયા બાદ તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હોવા અંગે લાલાજી તલાજી ઠાકોરે ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસે ફરાર અાયશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

દસ દિવસ અગાઉની ઘટનામાં ફરાર અાયશર ચાલકની પોલીસે શોધ શરૂ કરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો