તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર તાલુકાના ભાદરડી, હાંસલપુર એપ્રોચ રોડ નવો બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકાના ભાદરડી, હાંસલપુર એપ્રોચ માર્ગના મજબુતીકરણ અને રીસર્ફેસીંગ કામ માટે રૂ. 140 લાખના ખર્ચની મંજૂરી સરકાર દ્વારા મળતાં ભાદરડી અને હાંસલપુર ગ્રામજનોને સારા રસ્તાની સુવિધાથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાદરડી અને હાંસલપુર ગ્રામજનોની માગણીને ધ્યાને લઇ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ભાદરડીથી હાંસલપુરના રસ્તાની સ્થિત સુધારવા અંગે રાજયના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગ મંત્રી નિતીનભાઇ પટેલને રજૂઆત કરતાં આ રસ્તાના મજબૂતીકરણ અને રીસર્ફેસીગ માટે રૂ.140 લાખ ખર્ચની મંજૂરીની મહોર મારતાં ગામમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. ટુંક સમયમાં આ એપ્રોચ માગર્નું કામ શરૂ થશે અને ગ્રામજનોને સારા રસ્તાની સુવિધા પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...