તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયડના દેરોલીનો બ્રાન્ચ મેનેજર રિકવરીના રૂ. 97 હજાર લઈ ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત શહેરના શકરપુરામાં આવેલી ફાયનાન્સ કંપનીમાં ફરજ બજાવતા બ્રાન્ચ મેનેજરે બેંકમાં રીકવરીના પૈસા જમા કરવાના બહાને રૂા. 97,150 લઈ છૂ થઈ જતા ખંભાત શહેર પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના દેરોલી ગામનો વતની અને હાલમાં ખંભાત શક્કરપુર ખાતે આવેલી સ્પંદન ફાઈનાન્સ કંપનીમાં ચાર વર્ષથી બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતો સુરેન્દ્ર ખુમાનસિંહ સોલંકી શનિવારે સવારે કંપનીમાં રિકવરીના આવેલા રૂ 1,74,150 પૈકી 97,150 બેંકમાં જમા કરવા માટે ગયો હતો. દરમિયાન, આ વાતને બપોર સુધીનો સમય થવા છતાં પણ તે બેંકમાંથી પરત કંપની પરત આવ્યો ન હતો.

દરમિયાન અન્ય કર્મીઓએ તપાસ હાથ ધરી હતી. જેમાં તે મોટી-મોટી નોટ જ પોતાની સાથે લઈ ગયો હતો. જે રૂા. 97,150 થતી હતી. આ ઉપરાંત, બેંકમાં તપાસ કરતાં બેંકમાં પણ તે પૈસા ભરવા ન ગયો હોવાનું ખૂલ્યું હતું. આ મામલે મહેમદાવાદના પ્રવીણભાઈ પરમારની ફરિયાદના આધારે ખંભાત શહેર પોલીસે બ્રાન્ચ મેનેજર સુરેન્દ્ર ખુમાનસિંહ સોલંકી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...