તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરવલ્લી જિ. પં. પટાંગણમાં ઝાંખરાંની સફાઇનો અભાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | અરવલ્લી જિલ્લા પંચાયતના પટાંગણમાં જ અને પ્રવેશદ્વારમાં જ ઝાડી ઝાંખરાં ઊગી નીકળ્યાં છે. ચોમાસા દરમ્યાન જે વનરાજી ઉગી નીકળી ઢગ ખડકાયા છે. જેની સાફ સફાઇ ન થવાથી ઝાડી ઝાંખરામાં ભૂ઼ંડ, કૂતરાં બિલાડાં ભરાઇ રહે છે ને પછી ગમે ત્યારે રસ્તામાં આડાં ઉતરેકયારેક તો રસ્તામાં દોડીને આવતાં હોવાથી વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે જિલ્લા માં સ્વચ્છતા મિશન ચલાવતાં અધિકારીઓ પણ આ સ્થળેથી માર્ગથી અવરજવર કરતા હોય છે. તેમ છતાં તેમની નજરે આ ઝાડી ઝાંખરાં ચઢતાં નથી. જેની સાફ સફાઇ કરવા,બાંકડા મૂકવા માંગ ઉઠી છે. તસવીર-નવનીત મહેરા

અન્ય સમાચારો પણ છે...