તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરજ પછી વિજયનગરની ચંદવાસાની શાળામાં તાળું મારી દેતાં બાળા બે કલાક પૂરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર તાલુકાની ચંદવાસા પ્રાથમિક શાળાના ધોરણ 1ની વિદ્યાર્થીની શાળા છોડયા બાદ બે કલાક સુધી શાળાના રૂમમાં પુરાઈ રહ્યાની ઘટનાનો વિડીયો અને ઓડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થતા આચાર્ય, વર્ગ શિક્ષકની બેદરકારી સામે આવતા મામલો ગરમાયો હતો. સમગ્ર ઘટનામાં માત્ર ગણતરીના કલાકોમાં જ ઓછું બોલી સકતી એવી આ બાળાને શાળામાંથી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે વિજયનગર પોલીસ મથકના પીએસઆઇએ આ મામલે અમને લેખિત જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ. જ્યારે આજ ગામના અને જિલ્લા પંચાયત સદસ્યે જણાવ્યું કે સવારે શાળાની પ્રાર્થના સભામાં છીકારી જેવી ઘટના ના બને તેવી આચાર્ય દ્વારા શિક્ષકોને સુચના આપવામાં આવે છે. ત્યાં તેમના ધર્મપત્ની શિક્ષિકા દ્વારાજ આવી ભૂલ થઇ જે બાબત દુઃખદ હોવાનું તેમણે જણાવ્યું હતું

ચંદવાસા પ્રાથમિક શાળાની ધોરણ 1 ની વિદ્યાર્થીની પ્રયાણશી વિજયભાઈ ડામોર શાળામાંથી છૂટયા બાદ ઘરે નહિ આવતા અને તેના પરિવારને તેણી શાળાના રૂમમાંજ પુરાઈ ગઈ હોવાની જાણ થતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો અને ઓડીયો કલીપ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જ સનસનાટી મચી જવા પામી હતી. જે અંગે તાલુકા શિક્ષણાધિકારી બી એન ઢાઢી નો સંપર્ક સાધતા તેમણે આ ઘટનાની જાણ મને થઇ હોવાનું જણાવી આવતી શાળાની મુલાકાત લઇ હકીહતથી વાકેફ થઈશ તેમ જણાવ્યું હતું સાથે જ આચાર્ય અને વર્ગ શિક્ષીકાની આ બેદરકારીએ પણ કબૂલી હતી.

જ્યારે આ ગામના જ વતની જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ ડોને જણાવ્યું કે સવારે શાળા ની પ્રાર્થના સભામાં છિકારી જેવી ઘટના ના બને તેવી આચાર્ય સુરેશભાઈ બારા દ્વારા શિક્ષકોને સુચના આપવામાં આવે છે ત્યાં સાંજે શાળા છૂટવાના સમયે તેમના ધર્મપત્ની વર્ગ શિક્ષિકા દ્વારા જ આવી ભૂલ કરવામાં આવે જે બાબત દુઃખદ હોવાનું તેમણે જણાવ્યું હતું સાથેજ આ વિદ્યાર્થીની પ્રિયાંશી ઓછું બોલતી હોઈ રૂમમાં રહી ગયા બાદ બમ નહીં પાડી શકી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...