તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભયમ દ્ધારા મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં અાશ્રય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર સીવીલ હોસ્પીટલના કંપાઉન્ડમાં છેલ્લા બે દિવસથી પડી રહેલ સગર્ભા મહિલા અંગે અભયમને જાણ કરવામાં અાવ્યા બાદ અભયમના કાઉન્સીલર ધ્વારા મહિલાના પરીચિતો સાથે વાતચીત કર્યા બાદ મહિલાને સખી વનસ્ટોપ સેન્ટરમાં સારવાર માટે મોકલવામાં અાવી હતી.

હિંમતનગર શહેરની નવી સીવીલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં છેલ્લા બે દિવસથી અેક સગર્ભા મહિલા સૂઇ રહી હોવા અંગે 181- અભયમને જાણ કરવામાં અાવતા કાઉન્સેલર નિલમબેન ટીમ સાથે નવી હોસ્પીટલમાં પહોંચી ગયા હતા નિલમબેનના જણાવ્યાનુસાર મહિલા સગર્ભા હતી અને બિમાર હાલતમાં હતી તથા બોલી પણ શકતી ન હતી. શરીરે સોજા પણ અાવી ગયેલા હતા. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા કાગળ પર તેમનુ નામ સરનામુ લખી અાપેલ. તેમનુ નામ સંગીતાબેન ભાવસાર હતુ અને તેમના પતિ શકરાભાઇ શાકાભાજીનો ધંધો કરતા હોવાનુ ખબર પડતા તેમનો સંપર્ક કર્યો હતો અરવલ્લીની 181- ટીમે જણાવેલ કે શકરાભાઇઅે અા બેનને છૂટા છેટા અાપેલ છે મહિલા નો કોઇ અન્ય સંપર્ક નંબર ન હોઇ તેમને હિંમતનગર સીવીલ હોસ્પીટલના સખી વનસ્ટોપ સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં અાવ્યા હતા.

181-અભયમ દ્વારા મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં અાશ્રય આપ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો