તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડરમાંથી યુવાન મહિલાએ વિધવા વૃદ્ધાનું અપહરણ કરતાં ચકચાર મચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરના સગરવાડામાં રવિવારે વિધવા મહિલાના ઘેર અાવેલ 30 થી 40 વર્ષની મહિલા વિધવા સહાયના રૂા.3000 અપાવવાનુ કહી વિધવા વૃદ્ધાનુ અપહરણ કરી લઇ ગઇ હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.

રવિવારના રોજ સગરવાડામાં રહેતા અનિતાબેન મનીષભાઇ કાંતીભાઇ પંચાલના ઘેર બપોરે સાડા બારેક વાગ્યે 30 થી 40 વર્ષની અેક મહિલા અાવી હતી અને કહ્યુ હતુ કે મને હુસેનભાઇઅે મોકલી છે તમારા ઘેર કોઇ વિધવા મહિલા છે ? જેથી અનિતાબેને તેમની સાસુનુ નામ અાપતા અા મહિલાઅે કહ્યુ હતુ કે મોડાસામાં સાહેબો અાવેલા છે તમારે માજીને મારી સાથે અાધારકાર્ડ ફોટા લઇને મોકલવા પડેશે જેથી તમને હાથોહાથ રૂા. 3000 વિધવા સહાય મળી જશે અને મોડાસાથી પરત પણ મૂકી જઇશુ મહીલાઅે અાવુ કહેતા અનિતાબેને તેમના પતિને પણ પેરેલીસીસ હોવાનુ જણાવતા તેણે કહેલ કે તેમનુ પણ અાધારકાર્ડ અને ફોટા અાપો તેમને પણ રૂા.3000 અાપશે અને દર મહિને પોસ્ટ મારફતે રૂા.3000 ઘેર અાવી જશે. ત્યારબાદ અા મહિલા અનિતાબેનના સાસુને રિક્ષામાં લઇને નીકળી હતી અને સાસુ તુલસીબેન મોડે સુધી પરત ન અાવતા અનિતાબેને તેમના સાસુનુ બે તોલા સોનાની બંગડીઅો અને અડધો તોલો સોનાની બુટ્ટી લૂંટી લેવાના ઇરાદે અપહરણ કર્યું હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...