તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીરપુર બાયપાસ રોડ પર રિક્ષાની ટક્કરે ઘાયલ રાહદારીનું મોત થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારેક દિવસ અગાઉ વીરપુર બાયપાસ રોડ પર મોડી સાંજે રિક્ષાની ટક્કરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ રાહદારીનું સારવાર દરમિયાન મોત થતાં રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

હિંમતનગર તાલુકાના ખણુસા ગામના જીલુસિંહ રહેવર અને તેમના ભાણા ભરતસિંહ ભાટી તા. 31-1219 ના રોજ કામ અર્થે વીરપુર ગામે ગયા હતા અને સાંજે સાડા આઠેક વાગ્યાના સુમારે વીરપુર બાયપાસ રોડ પર ચાલતા જતા હતા. એ દરમિયાન આદિજાતિ છાત્રાલય નજીક કોઈ રિક્ષાચાલકે જીલુ સિંહને ટક્કર મારતાં રોડ પર પટકાતાં માથામાં ગંભીર ઇજાઓ થતાં હિંમતનગર સિવિલથી અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા. જ્યાં તેમનું તા.06-01-2020ના રોજ મોત થયું હોવા અંગે તેમના ભાઈ કકુસિંહ સવનાથ સિંહ રહેવરે અજાણ્યા સીએનજી રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો