તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇદે મિલાદુન્નબી નિમિત્તે હિંમતનગરમાં જુલૂસ નીકળ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| અયોધ્યા કેસના ચુકાદા બાદ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મહંમદ સાહેબની યાદમાં મનાવવામાં આવતા ઇદે-મિલાદુન્નબી પર્વની હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ આન બાન અને શાનથી મુકત વાતાવરણમાં મનાવ્યું હતું. સવારથીજ મસ્જિદો કુરાન શરીફની તિલાવતથી ગુંજી ઉઠી હતી. શહેરની જુદી જુદી મસ્જિદોમાં બાલ મુબારકના દિદાર બાદ દાવતે ઇસ્લામી દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું. બપોરે હુસેનીચોકથી મુસ્લિમ સમાજના ધર્મગુરુ અશરફ ઉલ ઉલમા અબુલહસન સૈયદ મહંમદ અશરફીયુલ જીલાની સાહેબની આગેવાનીમાં જૂલુસ નીકળ્યું હતું. હિંમતનગમાં સવારે 8 વાગે દાવતે -ઇસ્લામી દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું. બપોરે 2-30 કલાકે હુસેની યંગ કમિટીના આયોજન હેઠળ મુસ્લિમ સમાજના ધર્મગુરૂ સૈયદ મોહંમદ અશરફ અશરફીયુલ જીલાની સાહેબની આગેવાનીમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું. અશરફબાવાએ અમન-શુકુન અને ભાઇચારાની દુવા માંગી મુસ્લિમ બિરાદરોને હજરત મહંમદ પયગંબર સાહેબે બતાવેલા સચ્ચાઇના માર્ગ ઉપર ચાલવા આહવાન કર્યું હતું. મકસુદ મનસુરી

અન્ય સમાચારો પણ છે...