તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી મેત્રાલ નજીકથી રૂ.3.69 લાખના દારૂ સાથે એક પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ગામ પાસેથી આર.આર.સેલ ગાંધીનગર દ્વારા રૂ.3,69,600 ના દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરથી આર.આર.સેલના હરિશ્ચંદ્ર, ગીરીશભાઈને ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં ખેડબ્રહ્મા આવ્યા હતા. ત્યારે આર.આર.સેલના પી.એસ.આઈ બી.આર.રબારીને બાતમી મળી હતી કે અંબાજી બાજુથી એક સફેદ કલરના છોટા હાથી ગાડીમાં દારૂ લઇ એક શખ્સ આવી રહ્યો છે. જેના આધારે મેત્રાલ ગામ નજીક વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી વાળું છોટા હાથી નં.જી.જે-1-ડિ.ઝેડ-8123 આવતા તેને ઉભું રાખવી ડ્રાઈવરને પૂછતાં અજય જીતેન્દ્રકુમાર રાવળ (રહે.રાણીપ, અમદાવાદ)ના જોવાનું જણાવતા ડાલામાં તપાસ કરતા દારૂની બોટલોમાં 77 પેટીમાં 2616 નાની મોટી બોટલો માળી આવી હતી. જેની કિંમત રૂ.3,69,600 તપાસ અર્થે કબ્જે કરી હતી. તથા છોટા હાથી ડાલુ કિંમત રૂ. 2,00,000 તથા મોબાઈલ ફોન રૂ.500 મળી કુલ 5,70,100નો મુદ્દામાલ ઝડપી પાડી ખેડબ્રહ્મા પોલીસને સોંપ્યો હતો. અજય રાવળ ની પૂછતાછ કરતા હડાદ પાસે એક શખ્સ પાસેથી ગાડી ભરી અમદાવાદમાં છુટક વેચાણ અર્થે લઇ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...