તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોશીના વનવિભાગ દ્વારા પ્રાકૃતિક શિબિરનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોશીના | સાબરકાંઠા જિલ્લાના નાયબ વન સંરક્ષક ડો.શોભિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ બે દિવસીય પ્રાકૃતિક શિબિરનુ આયોજન પોશીના ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ચતુરપુરા પ્રાથમિક શાળાના ૫૫ થી ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ વિસ્તારની પ્રજા આજીવિકા માટે ફક્ત ખેતી ઉપર જ આધાર રાખવો પડે છે. પરંતુ આ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક સ્થળો તથા સહેલાણીઓ માટે લાખીયા તળાવ ટ્રેકિંગ માટે સોનગઢ ડુંગર જેવા સુંદર સ્થળો આવેલા છે. ત્યારે જિલ્લાના નાયબ વન સંરક્ષક ડો શોભિતા અગ્રવાલ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ વિસ્તારનો પ્રચાર-પ્રસાર થાય અને ભવિષ્યમાં આ વિસ્તાર પર્યટન સ્થળ તરીકે વિકસી તો આ વિસ્તારની ગરીબ પ્રજાને આજીવિકા માટે ધંધા-રોજગારની તકો ઊભી થાય તેવા આશયથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોશીના નોર્મલ રેન્જ ના આર.એફ.ઓ ટી. એચ. ચૌધરી તથા તેમના સ્ટાફ દ્વારા આયોજન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...