તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડરના કલ્યાણપુરાના યુવકની લાશ પ્રકરણમાં ચાર સામે હત્યાનો ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર તાલુકાના કલ્યાણપુરાના યુવકની લાશ ત્રણ દિવસ અગાઉ રાજસ્થાનમાંથી મળી અાવવાના પ્રકરણમાં ઇડર પોલીસે કોટડા તાલુકાના દાડમીયા ગામના ચાર શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સોમવારના રોજ ઇડર તાલુકાના કલ્યાણપુર ગામના ફૂલાભાઇ બબાભાઇ રબારી ઇકો નં.જી.જે-1-ડી.અેક્સ-8385 લઇને લેઇ ગામથી અાદીવાસી મજૂરોને બેસાડી રાજસ્થાન ઉતારવા ગયા હતા. પરંતુ બુધવાર ના રોજ બપોરે અેક વાગ્યે ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના તોરણા ઘાટા નજીકથી યુવકની લાશ મળી અાવતા ચકચાર મચી જવા પામી હતી.

ઇડર પોલીસે માના, કેની કયુરા ખેર, કેનીયા કયુરાખેર અને અન્ય અેક શખ્સ (તમામ રહે. દાડમીયા તા. કોટડા જી. ઉદેપુર) વિરુદ્ધ 20 ગ્રામ સોનાના દાગીના, રૂા. 11 હજારની લૂંટ કરી હત્યા કરી હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...