તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરમાં હોલસેલના ત્રણ વેપારી પાસેથી 955 કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર નગરપાલિકા દ્વારા 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટીકનો ઉપયોગ કરી રહેલ હોલસેલ વેપારીઅો વિરુદ્ધ શનિવારથી કાર્યવાહી શરૂ કરવામાં અાવી હોવા છતાં સોમવારે ત્રણ વેપારીઅો પાસેથી 955 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક મળી અાવ્યુ હતુ. જેમાં અેક વેપારી શનિવારની કાર્યવાહી દરમિયાન પણ દંડાયો હતો.

હિંમતનગર નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક માટે શનિવારથી ઝૂંબેશ શરૂ કરવામાં અાવી છે. પાલિકા પ્રમુખ અનિરુદ્ધભાઇ સોરઠીયાઅે જણાવ્યુ કે શહેરમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીકને તિલાંજલી અાપવા કર્મચારીઅોને અલગ અલગ ટીમો બનાવી સતત કાર્યવાહી કરવા માટે સૂચના અાપવામાં અાવી છે અને વેપારીઅો સહિત શહેરીજનોને પણ ઇકો ફ્રેન્ડલી થેલી વાપરવા અાગ્રહ કરવામાં અાવી રહ્યો છે.

અારોગ્ય સમિતિના ચેરમેન સાવનભાઇ દેસાઇઅે જણાવ્યુ કે સોમવારે સીનુ પ્લાસ્ટીક, ઉમિયા પ્લાસ્ટીક અને ગીતા પ્લાસ્ટીક નામની હોલસેલ વ્યવસાય કરતી પેઢીઅો પર તપાસ હાથ ધરવામાં અાવી હતી અને કુલ 955 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો સીઝ કરવામાં અાવ્યો હતો અને કુલ રૂ. 4000નો દંડ વસૂલવામાં અાવ્યો હતો. નોંધનીય છે કે શનિવારે પણ શીનુ પ્લાસ્ટીક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં અાવી હતી.

હિંમતનગરમાં 955 કિલો પ્લાસ્ટીક ઝડપાયું. તસવીર-અશોક રાવલ

અન્ય સમાચારો પણ છે...