તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરકાંઠા અને અરવલ્લીમાંથી 87 હજાર ઉમેદવારો આજે LRDની પરીક્ષા આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકરક્ષકની ભરતી માટે લેખિત પરીક્ષાનુ પેપર લીક થયા બાદ બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ અન્ય જિલ્લામાં જઈ રહ્યા છે અને અન્ય જિલ્લામાંથી હજારોની સંખ્યામાં આવી રહ્યા છે. એસટી પોલીસ અને વહીવટી તંત્ર એલ.આર.ડી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય તે માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે.

એલઆરડીની પરીક્ષા અનુસંધાને એસટી વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓને વિનામૂલ્યે પરીક્ષા સ્થળ સુધી મુસાફરી કરવા વધારા ની એસટી બસો ફાળવવામાં આવી છે. એસ.ટી.ના હિંમતનગર ડી.સી.એમડી શુકલે જણાવ્યું કે સા.કાં. અરવલ્લી જિલ્લામાંથી અંદાજે 87000 પરીક્ષાર્થીઓ બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જનાર છે. તેમના માટે 450 બસની ફાળવણી કરવામાં આવી છે. જેની કુલ 1159 ટ્રીપ થનાર છે અને શનિવારે સવારે સાત વાગ્યાથી બસો રવાના કરવામાં આવી રહી છે. રવિવારે સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 32 હજાર પરીક્ષાર્થી બહારના જિલ્લામાંથી પરીક્ષા આપવા આવનાર છે. તેમને બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા નડિયાદ અને લુણાવાડા પરત મોકલવા 326 બસની 493 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણાધિકારી કચેરી દ્વારા મળતી માહિતી અનુસાર પોશીના સિવાયના જિલ્લાના 7 તાલુકા મથકો ઉપર 93 પરીક્ષાકેન્દ્રોના માધ્યમથી 1095 બ્લોકમાં 32850 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. સરકારી પ્રતિનિધિ પ્રશ્નપત્ર લઇને પરીક્ષા કેન્દ્ર પર પહોંચશે જ્યારે પોલીસની ફ્લાઈંગ સ્કવોડ ઓએમઆર શીટ લઈને જશે જિલ્લામાં 28 આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ પરીક્ષાકેન્દ્રો વચ્ચે એક ફ્લાઇંગ સ્ક્વોડ
સાબરકાંઠા જિલ્લાના 1095 વર્ગખંડમાં એલ.આર.ડી ની પરીક્ષા દરમિયાન અંદાજે 2400 થી વધુ પોલીસ કર્મી અને હોમ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે તદુપરાંત 28 જેટલી ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે જે સરેરાશ ત્રણ પરીક્ષા કેન્દ્રો ઉપર પર ચાંપતી નજર રાખશે.

પરીક્ષાકેન્દ્રોની સંખ્યા
ઇડર 25

વડાલી 04

ખેડબ્રહ્મા 05

વિજયનગર 04

તલોદ 08

પ્રાંતિજ 10

હિંમતનગર 37

પરીક્ષાર્થીની સંખ્યા કેન્દ્રવાર
ઇડર 8400

વડાલી 1350

ખેડબ્રહ્મા 1950

વિજયનગર 1800

તલોદ 3150

પ્રાંતિજ 3300

હિંમતનગર 12900

અન્ય સમાચારો પણ છે...