પોલીસની ડ્રાઇવમાં 41 વિદ્યાર્થીઓ ટુવ્હીલર સાથે ઝડપાતાં વાલીઓની છોડાવવા દોડધામ

DivyaBhaskar News Network

Jan 11, 2019, 02:56 AM IST
Himatnagar News - 41 students of the police drive in the run up to the parents of the speeding of the wheelchair 025622
હિંમતનગર શહેરમાં બુધવારે સાંજે પોલીસ દ્વારા સગીરવયના ટુવ્હીલર ચાલકો વિરુદ્ધ હાથ ધરવામાં અાવેલ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન માત્ર બે - અઢી કલાકના સમયગાળા દરમિયાન 41 જેટલા સગીર ટુવ્હીલર ચાલક ઝડપાઇ જતા વાલીઅોઅે પોલીસ સ્ટેશન સુધી દોટ મૂકી હતી.

હિંમતનગર શહેર અને અાસપાસના વિસ્તારમાં અાવેલ શૈક્ષણિક સંકુલો અને ટ્યુશન ક્લાસીસમાં સેંકડોની સંખ્યામાં સગીર વયના બાળકો ટુવ્હીલર લઇને અવર જવર કરે છે અને અવાર નવાર અકસ્માત પણ સર્જાય છે. સગીર વયના ટુવ્હીલર ચાલકો અન્ય વાહન ચાલકો માટે પણ જોખમરૂમ બને છે. સા.કાં. અેસ.પી.ની સૂચનાને પગલે અે ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં અેક સાથે બુધવારે સાંજે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી હતી. અે ડિવિઝન પીઅાઇ અે.ટી. પટેલે જણાવ્યુ કે 32 જેટલા ટુવ્હીલર ડિટેઇન કરવામાં અાવ્યા છે અને અારટીઅોનો મેમો અાપવામાં અાવ્યો છે. જ્યારે બી ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર 9 બાઇક ડિટેઇન કરવામાં અાવ્યા હતા. 41 જેટલા ટુવ્હીલર ડિટેઇન કરતાં વાલીઅોઅે દોડધામ મચાવી વાહનો છોડાવવા પ્રયાસ કર્યો હતો.

લબરમૂછીયા ટુવ્હીલર ચાલકો વિરુદ્ધ પોલીસની ટ્રાફિક ડ્રાઇવ શહેરી વિસ્તારમાંથી 41 બાઇક ડીટેઇન કર્યા હતા. તસવીર- અશોક રાવલ

X
Himatnagar News - 41 students of the police drive in the run up to the parents of the speeding of the wheelchair 025622
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી