તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાં 40 વર્ષિય પરિણીતાઅે અગમ્ય કારણોસર ફાંસો ખાતાં ચકચાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર શહેના મહાવીરનગરમાં રહેતી 40 વર્ષિય પરિણિતાઅે સોમવારે સવારે પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી 24 વર્ષના લગ્નજીવનનો અગમ્ય કારણોસર અંત અાણી 20 વર્ષિય દીકરા સહિત બે પુત્રોને મૂકી કાયમી માટે અલવિદા કરી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

મહાવીરનગરમાં રહેતા અને મૂળ ભિલોડા તાલુકાના રંગપુર ગામના રેખાબાના 24 વર્ષ અગાઉ ભગવતસિંહ મફુભા ઝાલા (મૂળ.રહે.ટકાર તા.તલોદ હાલ રહે. સેક્ટર -1 અોમ બંગ્લોઝ ગાયત્રી મંદિર રોડ) સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં પ્રતિકસિંહ (20) અને નાનો દિકરો હાર્દિકસિંહ હતા. સોમવારના રોજ સવારે અગિયારેક વાગ્યાના સુમારે હાર્દિક સિંહ ઘરની બહાર પતંગ ચગાવતો હતો અને રેખાબા ઘરમાં હતા થોડીવાર પછી હાર્દિક સિંહ ઘેર જતા દરવાજો બંધ હોઈ અને દરવાજો ખખડાવવા છતાં રેખાબાઅે દરવાજો ન ખોલતા પડોશીને ઘેર રહેતી બીજી ચાવી લાવી દરવાજો ખોલી ઘરમાં જઈ જોતા રેખાબાઅે પંખા સાથે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનુ જણાતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ રેખાબાને નીચે ઉતારી સારવાર અર્થે લઈ જવાયા હતા. મૃતકના પિતા ગજેન્દ્રસિંહ જાડેજાએ એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો