તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 3 ની જામીન અરજી રદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અેલસીબીના કોન્સ્ટેબલે બે સાગરીતોના માધ્યમથી દારૂની ફરિયાદ ન કરવાના નક્કી કરેલ રૂ.1 લાખ પૈકી રૂ.20 હજાર લેતાં ઝડપાઇ જવાના પ્રકરણમાં સેશન્સ કોર્ટે સોમવારે ત્રણેયની જમીન અરજી રદ કરી નામંજૂર કરી હતી.

અેલસીબી કોન્સ્ટેબલ ડ્રાયવર દિલીપસિંહ ભીખુસિંહ રહેવરે દારૂની હેરાફેરી કરતાં શખ્સને પકડી ફરિયાદ ન કરવાના રૂ. 1 લાખ માંગી 60 હજાર લઇ લીધા બાદ બાકીના રૂ.40 હજાર પૈકી રૂ.20 હજાર લેવા નાગેન્દ્રસિંહ વિક્રમસિંહ કુંપાવત અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જોધ્ધાને મોકલતા અેસીબીઅે ઝડપી પાડ્યા હતા. ત્રણેય જણાઅે ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા જિલ્લા સરકારી વકીલ અરવિંદ જે. પટેલે સુનાવણી દરમિયાન રજૂઅાત કરી હતી કે હાલ લાંચનુ દુષણ સરકારી કર્મચારીઅોમાં વધતુ જાય છે જે કલંકરૂપ છે અને જામીન મળી જાય તો અાવા લોકોને ફાવતુ મળી જાય જેથી ડિસ્ટ્રીક્ટ અેન્ડ સેશન્સ જજ જે.સી.દોશીઅે જામીન અરજી નામંજૂર કરી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો