તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2817 પોલીસ, એસઆરપી મુડેટી,હોમગાર્ડસ અને એસટીના ડ્રાઈવર અને કંડક્ટર મત આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં વિવિધ સ્થળે ચૂંટણી દરમિયાન મતદાનના દિવસે ફરજ બજાવનાર પોલીસ કર્મી, એસઆરપી જવાન, હોમગાર્ડસ અને એસટીના ડ્રાઈવર-કન્ડક્ટર માટે શુક્રવાર તા12.04.19 ના રોજ હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટ થી મતદાન કરવાનું જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કર્મચારીઓ સવારે સાત વાગ્યાથી મતદાન કરી શકશે. આજે પોલીસ, એલઆરડી, જી.આર.ડી, હોમગાર્ડ, મુડેટી એસ.આર.પી.કેમ્પ અને એસટીનાં ડ્રાઇવર-કંડકટર માટે હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તાલીમ ભવનમાં મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે નોડલ અધિકારી રાજશ્રી કુશવાહએ વિગત આપતા જણાવ્યું કે સા.કાં. એસપીના તાબામાં આવતા 1097 એલઆરડી જી.આર.ડી પોલીસકર્મી,1379 હોમગાર્ડ જવાન, અને મુડેટી એસ.આર.પી.કેમ્પ ના 204 સૈનિક સહિત એસ.ટી.ના 137 ડ્રાઈવર-કન્ડક્ટર મળી કુલ 2817 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરનાર છે આ કર્મચારીઓ લોકસભા બેઠકની 7 વિધાનસભા મતવિસ્તારની મતદારયાદીમાં નામ ધરાવતા હોવાના કારણે સાતેય વિધાનસભાની ટીમો હાજર રહેશે અને જે તે મતદારને પોસ્ટલ બેલેટ આપશે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે મતદાનનો સમય પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ મતપેટીઓને સ્ટ્રોંગરૂમમાં મૂકી સુરક્ષિત કરવામાં આવશે અરવલ્લી જિલ્લાનું શનિવાર ના રોજ પોસ્ટલ બેલેટ થી મતદાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...