સાબરકાંઠા લોકસભા બેઠક માટે 27 ઉમેદવારોઅે 37 ફોર્મ રજૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા લોકસભા બેઠક માટે 27 ઉમેદવારોઅે 37 ફોર્મ રજૂ કર્યા બાદ શુક્રવારે ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ કોંગ્રેસના બે ડમી ઉમેદવાર અને અેક અપક્ષ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવવામાં અાવ્યા હતા.

ઉમેદવારી પત્ર ચકાસણી માં ભાજપના ઉમેદવારના ડમી તરીકે 3 ફોર્મ ભરનારના તમામ ફોર્મ અને કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારનું 1 ફોર્મ અમાન્ય ઠર્યુ હતું. ભાજપના ઉમેદવારે રજૂ કરેલ 4 ફોર્મ પૈકી 3 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. ગરીબ જનશક્તિ પાર્ટીના ઉમેદવાર માવજીભાઇ શરૂભાઇ ખરાડીઅે ભરેલ ફોર્મમાં દરખાસ્ત કરનારની સહી ન હોવાને કારણે ફોર્મ અમાન્ય ઠર્યું હોવાનુ તથા કોંગ્રેસના ઉમેદવારના વધારાના 3 ફોર્મ અમાન્ય ઠર્યા હોવાનુ ચૂંટણી વિભાગ દ્વારા જણાવાઇ રહ્યુ છે. 11 ફોર્મ અમાન્ય ઠર્યા બાદ હવે 24 ઉમેદવાર વધ્યા છે. શનિ રવિ દરમિયાન કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તેના પછી અેક બેલેટ યુનિટ રાખવુ કે બે બેલેટ યુનિટ રાખવા તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...