Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર શહેરના 23 લોકેશન પર 120 સીસીટીવી કેમેરા સજ્જ
હિંમતનગરમાં શનિવારે સેફ અને સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ લોન્ચ કરવા અંતર્ગત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નિર્મિત સીસીટીવી મોનીટરીંગ અને કંટ્રોલ રૂમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ઓનલાઈન ઉદ્ઘાટન કરી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
ગુનાખોરી પર ચાંપતી નજર રાખી શકાય તે માટે સરકાર દ્વારા સેફ અને સિક્યોર ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કેટલાકપાલિકા વિસ્તારોમાં સીસીટીવીથી બાજ નજર રાખી શકાય તે માટેનો પ્રોજેક્ટ અમલી બનાવતા હિંમતનગર શહેરના 23 લોકેશન પર 120 કેમેરા લગાવી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મોનીટરીંગ અને કંટ્રોલ રૂમ બનાવાયો છે આ પ્રોજેક્ટનું શનિવારે ઉદ્ઘાટન કરાયું હતું. સીસીટીવી કેમેરાની બાજ નજરથી હિંમતનગરમાં ટ્રાફિક નિયમોનું પણ પાલન થશે અને ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારને સીસીટીવી કેમેરાની નજરથી નંબર પ્લેટ સ્કેન કરીને મેમો વાહન ચાલકના ઘરે પહોંચી જશે. જો કે ઇમેમો શરૂ થવામાં હજુ વાર લાગશે.
હિંમતનગરમાં કંટ્રોલરૂમ ખાતે 12 સ્ટેશન બનાવાયા છે અને પ્રત્યેક સ્ટેશન પર એક કર્મચારી 3 એલસીડીનું મોનીટરીંગ કરશે. 8 કલાકની એક શીફ્ટમાં 12 પોલીસકર્મી ફરજ બજાવશે. 45 ની જરૂરિયાત સામે અત્યારે 30 ની ફાળવણી થઈ છે.શહેરના ઇન અને આઉટ 23 લોકેશન ઉપર કુલ 120 કેમેરા લગાવાયા છે જેમાં 90 દિવસ સુધી સીસીટીવી ફૂટેજનો ડેટા સેવ રહેશે.અનુસંધાન-પેજ-2-પર....
ટ્રાફિક નિયમનું પાલન નહીં કરો તો હવે ઇ-મેમો ઘેર આવી શકે છે