તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતમાં 13 ફેબ્રુઆરી 2007 પછી 12 વર્ષ બાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં 13 ફેબ્રુઆરી 2007 પછી 12 વર્ષ બાદ મંગળવારે સાર્વત્રિક માવઠું થયું હતું. મંગળવાર સાંજે 25 થી 30 મિનિટ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન 14 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ખેતરમાં ઉભા શિયાળુ પાકને ભારે નુકશાન થયું છે. ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં સાર્વત્રિક માવઠું થયું હતું, જે પૈકી 16 તાલુકામાં 0.5 મીમી થી માંડી 7 મીમી સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ માવઠું મેઘરજમાં 7 મીમી અને મોડાસામાં 6 મીમી નોંધાયું હતું. મોડાસા પંથકમાં માંડી સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.શહેરમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડતાં વાતાવરણ ધૂંધળુ થઇ પડ્યુ,કમોસમી માવઠાના કારણે શિયાળુ પાકોમાં નૂકશાન થતાં ખેડૂતો લાચાર જણાયા હતા. હવામાન વિભાગની અાગાહી અનુસાર જ મંગળવારે સાંજે સાડા ચારેક વાગ્યે સાબરકાંઠા જિલ્લાના અાકાશમાં કાળા ડીબાંગ વાદળો ચઢી અાવ્યા હતા અને અપરઅેર સાયક્લોનીક સરક્યુલેશન ને કારણે અનેક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા અને 35 થી 40 કી.મી. ની ઝડપે પવન ફૂંકાયો હતો. ઠંડા પવનોઅે વાતાવરણ ઠંડુગાર બનાવી દીધુ હતુ માવઠાને કારણે ઘઉ, રાયડો જેવા પાક ઉપર ખતરો મંડરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ડીઝાસ્ટર સૂત્રોના જણાવ્યાનુસાર જિલ્લામાં ક્યાય નોંધપાત્ર વરસાદ થયો ન હતો. હિંમતનગરમાં 2.5 મીમી અને ઇડરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો