તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરના સવગઢ તાલુકાની મદની સોસાયટીમાંથી 12 જુગારીયા ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરને અડીને અાવેલ સવગઢની મદની સોસાયટીમાંથી તા. 26/02/19 ના રોજ મળસ્કે ત્રણેક વાગ્યે રૂરલ પોલીસે રેડ કરી 12 જુગારીયા ઝડપી પાડી રોકડ રૂ. 36800 કબ્જે લઇ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો ધ્વારા મળતી માહીતી અનુસાર રૂરલ પોલીસને બાતમી મળી હતી કે સવગઢના કીફાયતનગરની મદની સોસાયટીમાં રહેતા મોહસીનભાઇ રસીદભાઇ લુહારના મકાનમાં કેટલાક ઇસમો જુગાર રમે છે જેન પગલે રૂરલ પોલીસે તા. 26/02/19 ના રોજ મળસ્કે ત્રણેક વાગ્યે મોહસીનભાઇ લુહારના ઘેર જઇ દરવાજો ખોલી અંદર પ્રવેશતા પ્રથમ ખંડમાં 6 ઇસમો અને બીજા રૂમમાં પણ 6 ઇસમો કુંડાળુ વળી જુગાર રમી રહ્યા હતા પોલીસે કોર્ડન કરી તમામ સમદભાઇ શફીભાઇ મેમણ,હસનેન સાબીરભાઇ મેમણ,રમીજ ઇકબાલભાઇ મેમણ,મુનાફ જાકરીરભાઇ મેમણ,નુમાનખાન કુરશીદખાન પઠાણ, શોયેબખાન ઇકબાલભાઇ મેમણ,રીયાઝહુસેન અબ્દુલભાઇ મેમણ, વારીશ ઇદ્દીશભાઇ મેમણ, નઇમખાન નવાબખાન પઠાણ, તનવીરહુસેન બસીરઅાલમ અંસારી, મોહસીનભાઇ મુનીરભાઇ લુહાર, અાદીલ ઇકબાલભાઇ મેમણ 12 જણાની અટકાયત કરી કુલ રૂ. 36800 કબ્જે લઇ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો