તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉછીના અાપેલ 1.10 લાખનો ચેક રિટર્ન થતાં ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના વ્યક્તિઅે તીતપુર ગામના વ્યક્તિને ઉછીના અાપેલ પૈસા પરત કરવા અન્ય વ્યક્તિનો ચેક અાપી સહી ડીફર થતા રિટર્ન થવાના મામલે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

હિંમતનગર શહેરમાં મહેતાપુરામાં રહેતા સતીષસિંહ રમેશસિંહ ચૌહાણે તીતપુર ગામના વિપુલસિંહ કિશોરસિંહ ચૌહાણને તા. 01-01-17 ના રોજ હાથ ઉછીના રૂ.1.10 લાખ અાપ્યા હતા. હાથ ઉછીના પૈસા પરત કરવા વિપુલસિંહ ચૌહાણે તેના ગામના કેશાજી દાનાજી ચૌહાણના ખાતાનો ચેક સહી કરીને અાપ્યો હતો જે સહી ડીફર થવાના કારણસર રિટર્ન થતા ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...