તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજ અને તલોદ તાલુકામાંથી 10845 ઉમેદવારો લોકરક્ષરકદળની પરીક્ષા આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે જુદાજુદા પરીક્ષા કેન્દ્રો ઉપર લોકરક્ષક ભરતીબોર્ડની પરીક્ષા યોજાવાની છે. તેને ધ્યાને લઈને પ્રાંતિજ અને તલોદના પ્રાન્ત અધિકારી સોનલબા પઢેરીયા દ્વારા પ્રાંતિજ ડેપોની સ્થળ તપાસ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રાંતિજ- તલોદના પ્રાન્ત અધિકારી સોનલ બા પઢેરીયા, પ્રાંતિજ મામલતદાર આર.કે.પટ્ટણી, શિરેસદાર શામળભાઈ પટેલ સહિત પ્રાંતિજ ભાખરીયા બસ ડેપોમાં આવી સ્થળ તપાસ સહિતની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રાંતિજ- તલોદના ૧૦૮૪૫ વિદ્યાર્થીઓ બીજા સેન્ટરો ઉપર પરીક્ષા આપવાં જશે. જેમાં પ્રાંતિજના ૫૨૪૬ તથા તલોદ ૫૫૯૯ વિદ્યાર્થીઓ જશે. પ્રાંતિજ- તલોદ સેન્ટર ખાતે કુલ- ૬૪૫૦ વિદ્યાર્થીઓ લોક રક્ષક બોર્ડની પરીક્ષા આપવા આવશે. જેમાં પ્રાંતિજ ખાતે ૩૩૦૦ અને તલોદ ખાતે ૩૧૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો પ્રાંતિજ એસ.ટી.ડેપો દ્વારા પ્રાંતિજ- તલોદ ના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે કુલ- ૬૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાંતિજ બસ ડેપોમાં પરીક્ષાને લઈ પ્રાન્ત દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...