વડાલી લવજેહાદ: યુવક-યુવતી મુંબઇથી પકડાયા, મોડી રાત્રે હિંમતનગર પહોંચ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિમતનગર / વડાલી: વડાલી શહેરની હિન્દુ યુવતીને ભગાડી જનાર મસ્લીમ પરિણીત યુવકને પોલીસે મુંબઇની એક હોટલમાંથી રવિવારે મોડી સાંજે યુવતી સાથે ઝડપી પાડી સોમવારે મોડી રાત્રે હિંમતનગર લાવવામાં આવ્યા હતા. સોમવારે સવારે યુવતી મળી ગઇ હોવાના સમાચાર અાપવામાં આવ્યા હોવા છતાં લવજેહાદના મામલે પ્રચંડ આક્રોશ પ્રર્વતી રહ્યો હોવાથી સતત  ત્રીજા દિવસે પણ વડાલી સજ્જડ બંધ રહ્યુ હતુ અને અજંપાભરી સ્થિતિનો અનુભવ થયો હતો.  હવે યુવતી સાથેની મુલાકાત બાદ માતા પિતાની માંગ હશે તો કાઉન્સેલિંગ પણ કરાશે. યુવતીના નિવેદન બાદ તેને  માતા-પિતા સાથે કે નારી સંરક્ષણ ગૃહમાં મોકલવા નિર્ણય લેવાશે.

 

પોલીસે પણ ઘટનાની ગંભીરતાને લઇને મુસ્લીમ યુવકનુ પગેરૂ મેળવ્યુ હતુ
 

ગત શુક્રવારે વડાલીમાં રહેતા અને બે સંતાનોના પિતા શાહીદ અબ્દુલ મનસૂરી હિન્દુ યુવતીને લઇને ફરાર  થઇ ગયો હતો અને સોશિયલ મિડીયામાં લગ્નનું સર્ટીફીકેટ અને યુવતી સાથેના ફોટા વાયરલ કરતા હિન્દુ સમાજમાં પ્રચંડ આક્રોશ પેદા થયો હતો અને શનિવારે વડાલીમાં રોષે ભરાયેલા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ચક્કાજામ કરી બજાર બંધ કરાવાયુ હતુ. લવ જેહાદનું પ્રકરણ બહાર  આવતા  સાબરકાંઠા એસ.પી. વડાલી દોડી આવ્યા હતા અને મુસ્લીમ અગ્રણીઓ સાથે વાતચીત કરી બે દિવસમાં યુવતીને શોધી કાઢવાનુ આશ્વાસન આપ્યુ હતું. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને લઇને મુસ્લીમ યુવકનુ પગેરૂ મેળવ્યુ હતુ અને સાબરકાંઠા અેલસીબી ટીમ રવીવારે રાત્રે મુંબઇ પહોંચી હતી અને મુસ્લીમ  યુવકને યુવતી સાથે ઝડપી પાડી સોમવારે હિંમતનગર લઇ આવી હતી. 

 

રજીસ્ટરમાં વ્હાઇટનરથી ચેડાં બાદ તલાટી શંકામાં 


મઉ ગ્રામ પંચાયતમાં યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કરાવ્યાની રજિસ્ટરમાં 40 નંબરની થયેલ નોંધ બાબતે તલાટી પાંડવેસર્ટીફીકેટ ખોટુ હોવાનો દાખલો આપ્યો છે. પરંતુ નોંધણી રજીસ્ટરમાં વ્હાઇટનરથી ચેડાં કરાયા હોવાનુ જણાઇ આવે છે ત્યારે તલાટી પણ શંકાના દાયરામાં આવી ગયા છે અને તપાસ જરૂરી બની છે.

 

પરિવાર સાથે મુલાકાત બાદ કાર્યવાહી કરાશે


બંને જણાને મુંબઇથી પકડી લાવવામાં આવ્યા છે. વરસાદ અને ટ્રાફિકને કારણે મોડી રાત્રે પોલીસની ટીમ હિંમતનગર પહોંચી છે. પરીવારજનોને જાણ કરી દેવાઇ હતી અને મોડી રાત્રે યુવતીને પરીવાર સાથે મુલાકાત કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. - સૌરભસિંઘ,એસ.પી.સા.કાં.

 

 

ફેસબુક પર કોમેન્ટ કરનાર પરબડાના શખ્સની અટક


હિન્દુ સમાજ માટે ટીપ્પણી અને બિભત્સ કોમેન્ટ સ્વરૂપે ફેસબુક ઉપર લખી ઉશ્કેરણીનો પ્રયાસ કરનાર  પરબડાના સમીર અેસ કે ના નામથી ફેસબુક એકાઉન્ટ ચલાવનાર શખ્સ વિરુદ્ધ હિન્દુ સંગઠન અગ્રણી કિરણ દેસાઇ એડીવીઝન પીઆઇને ફરિયાદ કરતાં એસઓજી પીઆઇને તપાસ સોંપયા બાદ આ શખ્સને ઝડપી પાડી અટકાયતી પગલા લીધા હતા. 

 

 

 

ઘટના બાદ ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર


વડાલી નગરમાં હિન્દુ યુવતીને મુસ્લીમ પરિણીત યુવક કે જે બે બાળકોનો પિતા હોવા છતાં ખોટા સર્ટીફીકેટ બનાવીને યુવતીને ઉઠાવી લઇ જવાની ઘટનાના પડેલા ઘેરાપ્રત્યાઘાત બાદ યુવક સાહીલ મનસુરી  સામે કડક પગલા લેવાની માગણી સાથે વડાલી નગરજનોએ અેસડીએમ ઇડરને આવેદનપત્ર આપ્યુ હતું. અને કાર્યવાહી કરવા માટે માંગની કરી હતી.

અન્ય સમાચારો પણ છે...