હરસોલ પાસે ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં અમદાવાદના બે યુવાનોનાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરસોલ  /પુંસરી: તલોદના હરસોલ નજીક રોડ પર શનિવારે રાત્રે રાત્રી 8 વાગે ટાયર ચેક કરવા ઊભે રહેલી આઇવા ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં અમદાવાદના બે શખ્સોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યાં હતા. અકસ્માતનો અવાજ સાંભળી દોડી આવેલા લોકોને જોઇ ટ્રકનો ટ્રાઇવર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બંનેની લાશને તલોદ સિવિલમાં લઇ જવાઇ હતી. પોલીસે ફરિયાદ નોંધતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

 

અવાજ સાંભળી લોકો દોડી આવતાં ચાલક ટ્રક મુકી ફરાર


તલોદના હરસોલ નજીક રોડ પર શનિવારે રાત્રે 8 વાગે વડાગામથી કપચી ભરી અમદાવાદ ફેરો મારવા જતી એક આઇવા ટ્રક (જી.જે.18 એયુ.9848)નો ચાલક રણછોડભાઇ નાડીયા  (આંત્રોલી દોલજી,તલોદ)નાઓ ટ્રકનું ટાયર ચેક કરવા ઊભો હતો ત્યારે પાછળ આવતી બાઇક (જીજે 1એફ ડબલ્યુ  5539) ટ્રકની પાછળ  ઘૂસી જતાં બાઇક પર બેઠેલા રોહિતભાઇ મધુભાઇ કોઠારી (ઠક્કરનગર, અમદાવાદ) તથા ધર્મેશભાઇ રમેશભાઇ નિમાવત (અમદાવાદ)ના ઘટના સ્થળે કરુણ મોત નિપજયા હતા.અકસ્માતમાં થયેલા અવાજને સાંભળી આજુબાજુથી લોકો દોડી આવતાં ગભરાયેલા ટ્રકનો ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. મૃતકોને તલોદ સિવિલમાં લઇ જવાયા હતા.  જે બાદ અકસ્માત સંદર્ભે દિલીપભાઇ વઘાભાઇ પટેલ (રેખીપાલ, દહેગામ)નાઅે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

બંને મૃતકોના નામ
-રોહિત મધુભાઇ કોઠારી
-ધર્મેશ રમેશભાઇ નિમાવત 

અન્ય સમાચારો પણ છે...