તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • વડાગામ પાસે કાર ઝાડ સાથે ટકરાતાં ધનસુરાના બે યુવાનનાં મોત નીપજ્યાં | Two Died In Car Accident Near Vadagam

વડાગામ પાસે કાર ઝાડ સાથે ટકરાતાં ધનસુરાના બે યુવાનનાં મોત નીપજ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધનસુરા: ધનસુરાના બે યુવાનો કાર લઇ કામ અર્થે ગયા બાદ ધનસુરા પરત ફરતા આકરૂન્દથી વડાગામ વચ્ચે આવેલા શામનગર પાસે તૂટી ગયેલા રોડના કારણે કાર પરનો કાબુ ગુમાવતાં કાર રોડની બાજુના ઝાડ સાથે ટકરાતાં એકનું ઘટના સ્થળે જ્યારે એકનું 108માં રસ્તામાં મોત નીપજ્યું હતું.અકસ્માતમા મૃત્યુ થતાં ધનસુરા પંથકમા શોક ફેલાયો છે.


ધનસુરા ગામના બે આશાસ્પદ યુવાનો આકાશ વિપુલભાઈ પટેલ (ઉ વ. 24) અને હર્ષિલ મુકેશભાઈ પટેલ (ઉ.વ. 23, ધનસુરા તાલુકા ભાજપના યુવા પ્રમુખ) પોતાના ધંધાના કામકાજ અર્થે ગાડી (GJ 31 A 8880) લઈને આકરૂન્દ આવ્યા હતા. આકરૂન્દથી વડાગામ તરફથી ધનસુરા આવતા રાત્રીના 11:45ના સમય દરમિયાન શામનગર પાસે રોડની તૂટી ગયેલી રોડના કારણે વાહન પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુના ઝાડ સાથે અકસ્માત થયો હતો. જેમાં આકાશ વિપુલભાઈ પટેલ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે હર્ષિલ મુકેશભાઈ પટેલ ઉર્ફે છોટુ બાપુ સારવાર અર્થે 108માં લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. નજીકની ક્વોરીમાંથી જેસીબી લાવી જેસીબીની મદદથી ગાડી ગટરમાંથી બહાર ખેંચી ગાડીના દરવાજા તોડીને બંનેને બહાર કાઢ્યા હતા.

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....