મોડાસા નજીક 8 વર્ષની બાળકી પર 3 વર્ષ પહેલા દુષ્કર્મ કરનારને ફાંસીની સજા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

DivyaBhaskar.com

Sep 13, 2018, 08:55 AM IST

મોડાસા: મોડાસા તાલુકાના લીંભોઇમાં 3 વર્ષ અગાઉ આઠ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને વીસ વર્ષીય યુવાને બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજારીને તેને ગામની સીમમાં આવેલા કૂવામાં ફેંકી દીધી હતી. આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર વીથ મર્ડરનો કેસ નોંધાયો હતો. પોલીસે ગામમાં જ રહેતા 20 વર્ષીય શખ્સને પુરાવાને આધારે ઝડપી પાડ્યો હતો. જો કે, આ કેસ બુધવારે અરવલ્લી જિલ્લા અદાલતની સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એ.કે.રાવે તાજેતરમાં જ પોક્સોની સુધારેલી કલમ હેઠળ પુરાવા અને સાક્ષીઓની જુબાની તેમજ સરકારી વકીલની રજૂઆતોને આધારે ઘાતકી હત્યારાને ન્યાયાધીશે તકસીરવાન ઠેરવીને ફાંસીની સજા કરી હતી.

દુષ્કર્મ કેસમાં ફાંસીની સજાનો રાજ્યનો બીજો કિસ્સો છે. ત્રણ મહિના અગાઉ ભરૂચ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી. આ કેસની વિગત એવી છે કે, ગામના ચૌહાણ પરિવારના ત્રણ બાળકો તા.30 ઓક્ટોબર 2014ના રોજ સાંજના સમયે ઘરની પાસે આવેલી આંગણવાડી આગળ રમતાં હતા. તે દરમિયાન ત્યાંથી પસાર ગામમાં ખેત મજુરી કરતો શખ્સ આઠ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી તેને પાંચનો સિક્કો આપીને ગામની સીમમાં લઇ ગયો હતો. સાંજના 7:30 કલાકના સમયે આ હત્યારાએ તેને જીવતી કૂવામાં નાંખી દઇને ઘાતકી હત્યા કરી પલાયન થઇ ગયો હતો.


આ બનાવમાં પોલીસે એફ.એસ.એલ.ના પુરાવા તેમજ 34 જેટલાં સાક્ષીઓનાં નિવેદન લીધા હતા. અરવલ્લી જિલ્લા અદાલત સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસ એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજએ.કે.રાવની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે નવી સુધારેલ પોક્સો કલમ હેઠળ આરોપી દિનેશ ઉર્ફે કાળો મણિલાલ વસાવા ઉં.વ.21 રહે.લીંભોઇ, તા.મોડાસા મૂળ રહે.અમૃતપુરા વાઘોડિયા જી.વડોદરાને સમાજમાં દાખલો બેસે તે માટે ફાંસીની સજા ફટકારી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી