Home » Uttar Gujarat » Latest News » Himatnagar » The mixed impact of Dalits in North Gujarat, Changes Of SC-ST Act

SC-ST એક્ટમાં ફેરફારનો ઉગ્ર વિરોધ: ઉ.ગુ.માં દલિતોના બંધની મિશ્ર અસર

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 02:11 AM

SC-ST એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા ફેરફારના વિરોધમાં દલિત સંગઠનોએ સોમવારે આપેલા બંધના એલાનની ઉત્તર ગુજરાતમાં મિશ

  • The mixed impact of Dalits in North Gujarat, Changes Of SC-ST Act
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ‘વિરોધ’- હિંમતનગરની રેલીમાં દલિત સમાજના લોકો જોડાયા

    હિંમતનગર- મહેસાણા- પાલનપુર- પાટણ: SC-ST એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા ફેરફારના વિરોધમાં દલિત સંગઠનોએ સોમવારે આપેલા બંધના એલાનની ઉત્તર ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી હતી. અધિકાંશ શહેરોમાં બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. મહેસાણા જિલ્લામાં કડી અને જોટાણા બંધ રહ્યા હતા. મહેસાણામાં ટોળું દુકાનો બંધ કરાવવા નીકળતાં વેપારીઓ સામે ઘર્ષણ થયું હતું. પાટણમાં ટીબી ત્રણ રસ્તા નજીક એસટી બસ ઉપર અને જિલ્લા પંચાયત નજીક ખાનગી કાર ઉપર ટોળાએ પથ્થર મારતાં કાચ ફૂટી ગયા હતા.


    સિદ્ધપુર અને ચાણસ્મામાં હાઇવે જામ કરાયો હતો. બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, સુઇગામ, થરાદમાં ટાયરો સળગાવી દેખાવકારોએ બજારો બંધ કરાવ્યા હતા. જિલ્લામાં 200થી વધુ કાર્યકરોની અટકાયત કરાઇ હતી. પાલનપુરમાં ટોળું આક્રમક બનતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પાંથાવાડાએ બંધ પાળ્યો હતો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં બંધની અસર જોવા મળી ન હતી.


    વડગામના પીલુચા નજીક સરસ્વતી નદીના પુલ પર ટાયર સળગાવ્યા હતા. ધાનેરામાં ટોળાએ એસટી બસોની હવા કાઢી નાખતાં મુસાફરો અટવાઇ પડ્યા હતા. જ્યારે સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, માલપુરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. હિંમતનગરમાં ધરણાં કરાયાં હતાં. પ્રાંતિજ, મોડાસા અને બાયડમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.


    - મહેસાણામાં દુકાનો બંધ કરાવતાં ટોળા અને વેપારીઓ સામે ઘર્ષણ
    - પાટણમાં એસટી બસ અને ખાનગી કાર ઉપર પથ્થર મારતાં કાચ ફૂટ્યા
    - પાલનપુરમાં ટોળાએ હલ્લાબોલ કરતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો
    - ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં બજારો ચાલુ રહ્યાં
    - ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, માલપુર, વિજયનગરનાં બજારો સજ્જડ બંધ


    હિંમતનગરમાં બંધની અસર નહીંવત્ રહી, ધરણા- રેલી


    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરને બાદ કરતાં ઇડર, વડાલી, ખેડબ્રહ્મામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જ્યારે પ્રાંતિજમાં મિશ્ર અસર જોવા મળી હતી. દલિત આગેવાનો દ્વારા ઠેર ઠેર ધરણા રેલીનંુ આયોજન કરી આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ઇડરમાં બપોરે બસ સ્ટેન્ડ આગળ ટાયરો સળગાવી થોડા સમય માટે ચક્કાજામ કરવામાં આવ્યું હતું.


    આગળ વાંચો: પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદમાં ટાયરો સળગાવી દેખાવકારોએ બજારો બંધ કરાવ્યા

  • The mixed impact of Dalits in North Gujarat, Changes Of SC-ST Act
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ધાનેરામાં પરશુરામ યાત્રા પર પથ્થરમારો કરાતાં દોડધામ

    પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદમાં ટાયરો સળગાવી દેખાવકારોએ બજારો બંધ કરાવ્યા


    પાલનપુર: શહેરના સીમલાગેટ વિસ્તારમાં ટોળુ દુકાનો બંધ કરાવતા હાજર પોલીસે કેટલાક લોકોને ઝડપી લીધા હતા. તે સમયે સંગઠનના લોકો દ્વારા વાનને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ અધિકારીઓએ વાન પર ચડી જઇ લોકોને સમજાવ્યા હતા. પોલીસે અટકાયત કરતા સમગ્ર ટોળુ રસ્તાની વચ્ચે બેસી જઇ હલ્લાબોલ કરતા પોલીસ લાઠી ઉગામવા મજબુર બની હતી. અન્ય સમાજના લોકો સાથે અથડામણ થવા પામી હતી. 


    આગળ વાંચો: દલિત સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો

  • The mixed impact of Dalits in North Gujarat, Changes Of SC-ST Act
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પાટણમાં બગવાડા દરવાજા આગળ દલિત સમાજની મહિલાઓ રસ્તા વચ્ચે બેસી ગઇ હતી

    દલિત સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો


    પાટણ: સોમવારે દલિત સમાજ બંધના એલાનને પગલે પાટણ શહેરમાં મોટી સંખ્યામાં અનુસુચિત જાતિ - જનજાતિની મહિલાઓ બગવાડા ચોકમાં બેસી રસ્તો રોક્યો હતો. રેલી સ્વરૂપે યુવાનો જય ભીમના નાદ સાથે આવીને વાતાવરણ ગરમાવ્યુ હતુ. તમામ સંગઠનોએ એકત્ર થઇને રેલી સ્વરૂપે મુખ્ય બજારની તમામ દુકાનો બંધ કરતા બગવાડા ચોકથી રેલ્વ સ્ટેશન  તરફની બજાર સીટી પોઇન્ટ માર્કેટ બંધ કરાવ્યું હતુ.બાદમાં મહિલાઓ દવાના રોનક મેડિકલ સ્ટોરને પણ બંધ કરવા માટે રકઝક કરી હતી. તે વખતે આગેવાનોએ આવીને મહિલાઓને સમજાવી કે મેડીકલ સ્ટોર ચાલુ રાખવા જોઇએ અને સ્ટોર માલિકને સ્ટોર ચાલુ રાખવા કહ્યુ હતું. 

     

    આગળ વાંચો: કડી અને જોટાણાના બજાર બંધ રહ્યા

  • The mixed impact of Dalits in North Gujarat, Changes Of SC-ST Act
    ટોળાએ દુકાનો બંધ કરાવતાં વેપારીઓ સાથે ચકમક ઝરી

    કડી અને જોટાણાના બજાર બંધ રહ્યા

     

    સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસીટી એક્ટમાં કરાયેલા ફેરફારના વિરોધમાં દલિત સમાજ દ્વારા સોમવારે અપાયેલા બંધના એલાનની કડી અને જોટાણાને બાદ કરતાં મહેસાણા શહેર સહિત જિલ્લામાં આંશિક અસર જોવા મળી હતી. મહેસાણામાં ટોળાએ દુકાનો બંધ કરાવી હતી, પરંતુ 10 મિનિટ બાદ તમામ ખુલી ગઇ હતી. મહેસાણા ખાતે જિલ્લા કલેક્ટરને તેમજ  તમામ તાલુકા મથકોએ મામલતદારને દલિત આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર અપાયાં હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ